લોકડાઉનમાં ધંધા રોજગારને આટલા કરોડનું નુક્સાન,

કોરોનાના બીજા વેવમાં તેમના ધંધા પાણી બંધ થઈ જતાં તેમણે રૂા. 75000 કરોડનો વકરો ગુમાવ્યો છે. ભારતના વેપારીઓના વકરામાં રૂા. 15 લાખ કરોડનું ગાબડું પડયું હોવાનું સી.એ.આઈ.ટી-કોન્ફેડરેશન ઑપ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સનુ કહેવું છે.કોરોનાના સમયમાં પણ વ્યવસ્થિત આવક કરી શક્યા હોય તો તે કરિયાણાનો ધંધો કરનારાઓ છે. તેમની આવકમાં ઘટાડો થયો નથી. તેમની આવકમાં વધારો થયો છે લોકોએ કોરોનાને કારણે લાંબો સમય સુધી દુકાનો ન ખુલી શકે તેવા ભયમાં જરૂર કરતાં વધુ વસ્તુઓ ખરીદીને સંગ્રહ કરી રાખ્યો હોવાથી તેમની આવકમાં વધારો થયો છે.

એફએમસીજી પ્રોડક્ટ્સના વેપાર સાથે સંકળાયેલા સૂત્રોનું કહેવું છે કે કોસ્મેટિક્સ પ્રોડક્ટ્સનો ધંધો કરનારાઓના ધંધામાં છેલ્લા ત્રણેક મહિનામાં 70 ટકાનો ઘટાડો થયો છે. લૉકડાઉનને કારણે તેમને તો દુકાન ખોલવાની જરાય તક મળી નથી. તેને પરિણઆમે ડિસ્ટ્રીબ્યુટર્સના કુલ ધંધામાં પણ 20 ટકાનું ગાબડું પડયું છે.

આમ આદમી પાર્ટી દ્નારા સુરતમાં શરૂ કરાયું ખાડી સફાઈ અભિયાન,જુઓ સંપૂર્ણ વિડીયો..                     

 ડિસ્ટ્રીબ્યુટર્સને બીજી સૌથી મોટી અસર કોઈ પડી હોય તો તે પાન પાર્લર મર્યાદિત સમય માટે ચાલુ રહેતા તેમની ચૉકલેટ અને બિસ્કીટના વેચાણમાં 20 ટકાનું ગાબડું પડી ગયું છે. એફએમસીજી પ્રોડક્સના વેપાર સાથે સંકળાયેલા હોય તેવા અંદાજે 3 લાખ વેપારીો ગુજરાતમાં છે. તેમની સાથે સંકળાયેલા અંદાજે 12 લાખ લોકોમાંથી બેથી અઢી લાખ લોકો કોરોનાના સેકન્ડ વેવમાં આવક વિહોણા થયા છે.

ભાડે દુકાન રાખનારાઓ નાણાં ચૂકવ્યા વિના જ ઘરભેગા થતાં નુકસાન;

ભાડે દુકાન રાખનારાઓએ ભાડાની દુકાન કાઢીને માલ લઈને ખાલી કરી ચાલ્યા ગયા છે. તેને પરિણામે તેને સપ્લાય આપનારા વેપારીઓના નાણાં સલવાઈ ગયા છે. તેમણે પોસ્ટ ડેટેડ ચેક પણ આપ્યા છે. પરંતુ આ ચેક વટાવી શકાય તેમ નથી. કારણ કે તેઓ ધંધો બંધ કરીને ગામ ભેગા કે ઘરભેગા થઈ ગયા છે. તેની અસર હેઠળ ભાડે દુકાન આપનારાઓની દુકાન ખાલી થઈ જતાં તેમની પણ ભાડાંની આવક બંધ થઈ ગઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news