મહિલા સુરક્ષાની વાતો વચ્ચે શરમજનક ઘટનાઓ બાડમેર અને અલીગઢમાં ગેંગરેપ  ફોટા પાડયા, વીડિયો ઉતાર્યો

 

બદાયુમાં પાંચ વર્ષની બાળકી પર કાકાનો રેપ, રાયપુરમાં બળાત્કારનો આરોપી ઝડપાયો  

રાજસૃથાનના બાડમેર જિલ્લામાં એક 15 વર્ષીય સગીરાનું અપહરણ કરી તેના પર ગેંગરેપ ગુજારવામાં આવ્યો હતો. સાથે જ તેની તસવીરો પણ લીધી હતી અને કોઇને કહ્યું તો વાઇરલ કરી દેવાની ધમકી આપી હતી. આ જ પ્રકારની ઘટના ઉત્તર પ્રદેશના અલીગઢમાં બની હતી.

ઉત્તર પ્રદેશના અલીગઢ જિલ્લાના એક ગામમાં એક મહિલા પર ગેંગરેપની ઘટના સામે આવી છે. પરિવારનો આરોપ છે કે આરોપીઓને અમે ઓળખી લીધા છે અને તેઓએ રેપની ઘટનાને અંજામ આપ્યો તેનો વીડિયો પણ ઉતારી લીધો છે અને પીડિતાને ધમકી આપી રહ્યા છે. 30 વર્ષની પરણિત મહિલા જ્યારે ગામમાં જઇ રહી હતી ત્યારે તેને આ ચાર શખ્સો ઉપાડીને લઇ ગયા હતા અને બાદમાં તેના પર રેપ ગુજારવામાં આવ્યો હતો.

આ ઘટના ભરબપોરના સમયે બની હતી. પીડિતાનો રડવાનો અવાજ આવતા તેનો પુત્ર ત્યાં દોડી ગયો હતો. પીડિતા અને પરિવારના આરોપોના આધારે કેસ દાખલ કરાયો છે સાથે મેડિકલ તપાસ પણ કરવામા આવી રહી છે જેનો રિપોર્ટ હજુસુધી નથી આવ્યો.

ઉત્તર પ્રદેશમાં જ માત્ર પાંચ જ વર્ષની બાળકી પર તેના કાકા દ્વારા રેપ ગુજારવામાં આવ્યો હતો, આ ઘટના બદાયુ જિલ્લાના હઝરતપુરમાં સામે આવી હતી.  આરોપીને પોલીસે પકડી લીધો છે અને વધુ તપાસ ચાલી રહી છે. છત્તીસગઢના રાયપુરમાં એક 14 વર્ષીય સગીરા પર રેપ કરનારો શખ્સ ઝડપાયો છે. આ ઘટના 23મી સપ્ટેમ્બરના રોજ બની હતી. પણ પોલીસ સમક્ષ ફરિયાદ મંગળવારે કરાઇ હતી.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news