લખનૌ-બહરાઈચ હાઇવે પર મોટો માર્ગ અકસ્માત : રોડવેઝની બસને ટ્રકે મારી ટક્કર,6 લોકોના ઘટનાસ્થળે જ મોત

બુધવારે સવારે લખનૌ-બહરાઇચ હાઇવે પર એક મોટો માર્ગ અકસ્માત થયો જ્યારે રોડવેઝની બસને બાજુમાંથી આવતી ટ્રકે ટક્કર મારી. ટક્કર એટલી ગંભીર હતી કે 6 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે 15 મુસાફરો ઘાયલ થયા હતા, જેમાંથી ચારની હાલત નાજુક હોવાનું કહેવાય છે અને તમામ ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ગંભીર રીતે ઘાયલોને લખનઉ ટ્રોમા સેન્ટરમાં રિફર કરવામાં આવ્યા છે.

મળતી માહિતી અનુસાર, આ અકસ્માત સવારે 4.30 વાગ્યે થયો હતો, જ્યારે ધુમ્મસને કારણે એક ઝડપી ટ્રક લખનૌ ઇદગાહ ડેપોના રોડવેઝ સાથે અથડાઈ હતી. આ અકસ્માત જરવાલ પોલીસ સ્ટેશન વિસ્તારના ઘરઘરા ઘાટ પાસે થયો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે ધુમ્મસના કારણે વિઝિબિલિટી ખૂબ જ ઓછી હતી, જેના કારણે આ દુર્ઘટના બની હતી. દુર્ઘટનાની જાણ થતાં સીઓ અને એસડીએમ કૈસરગંજ ઘટનાસ્થળે પહોંચ્યા અને રાહત બચાવ કામગીરી શરૂ કરી અને અકસ્માતગ્રસ્ત બસ લખનૌથી બહરાઈચ જઈ રહી હતી.
અકસ્માત બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી ટ્રકની શોધખોળ કરી રહી છે. પોલીસ ટ્રકની ઓળખ કરવા માટે નજીકના ઢાબા પર લગાવેલા સીસીટીવી કેમેરાને પણ સ્કેન કરી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.