મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય પુરૂષોત્તમપ્રિયદાસજી સ્વામીનું નિધન

મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય પુરૂષોત્તમપ્રિયદાસજી સ્વામીનું નિધન થયું છે. તેમના અંતિમ દર્શન ઓનલાઇન કરી શકાશે. જેનો સમય સવારે 7થી 8.30 કલાકનો રહેશે. આ સમાચાર સાંભળીને હરી ભક્તોમાં શોકની લાગણી છવાઇ છે.

ઉલ્લેખનીય છે કે તેઓ 28 જૂનના રોજ કોરોના વાયરસથી સંક્રમિત થતા તેમને ખાનગી હૉસ્પિટલમાં દાખલ કરાયા હતાં.

મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાન તરફથી હરિભક્તોને અપીલ કરવામાં આવી છે કે, કોરોના વાયરસને કારણે કોઇએ પણ સ્વામિનારાયણ મંદિર મણિનગર તથા શ્રીમુક્તજીવન સ્વામીબાપાના સ્મૃતિ મંદિરના કમ્પાઉન્ડમાં આવવાનું નથી.

સંસ્થા દ્વારા કહેવામાં આવ્યું છે કે આજથી 11 દિવસ સુધી સંસ્થાનના દરેક મંદિરોમાં ઝાલર, નગારા વગાડવા નહીં, તેમજ ઉત્સવ કરવો નહીં. કોરોના મહામારીને પગલે દરેક ભક્તોએ ગૃહમંદિરે પ્રાર્થના, કથા, કીર્તન, ધ્યાન તથા ધૂન કરવી.

ઉલ્લેખનીય છે કે, પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીની તબિયત ઘણી નાજુક રહેતા ગઇ 12 જુલાઈના રોજ પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામી મહારાજના અનુગામી તરીકે જીતેન્દ્રપ્રિયદાસજી સ્વામીની નિમણૂંક કરવામાં આવી હતી

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news