મેન્યુફેક્ચરિંગ ઉદ્યોગોને ફરીથી ખોલવાને લઈ ગૃહ મંત્રાલયે બહાર પાડ્યા દિશા-નિર્દેશ

ઔદ્યોગિક એકમો ફરી ખોલ્યા બાદ પ્રથમ સપ્તાહ પરીક્ષણ અવધિ ગણીને વધુ ઉત્પાદન મેળવવા પ્રયત્ન

વિશાખાપટ્ટનમ ખાતે ગેસ લિકેજની ઘટનાના થોડા દિવસો બાદ આજે (રવિવારે) કેન્દ્રીય ગૃહ મંત્રાલયે લોકડાઉન દરમિયાન અને બાદમાં મેન્યુફેક્ચરિંગ કંપનીઓમાં ફરીથી ઉત્પાદન શરૂ કરવાને લઈને ગાઈડ લાઈન બહાર પાડી છે. લોકડાઉન દરમિયાન બંધ પડેલા યાંત્રિક, વિદ્યુત અને રાસાયણિક ઉપકરણો મજૂરો માટે જોખમી બની શકે છે આ વાતને ધ્યાનમાં રાખીને ગૃહ મંત્રાલયે આ ગાઈડ લાઈન બહાર પાડી છે.

રાષ્ટ્રીય ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (એનડીએમએ)ના સદસ્ય સચિવ જીવીવી સરમાએ તમામ રાજ્ય અને કેન્દ્રશાસીત પ્રદેશોના મુખ્ય સચિવોને પત્ર લખીને ગાઈડ લાઈન અંગે માહિતગાર કર્યા છે. સરમાના કહેવા પ્રમાણે લોકડાઉન દરમિયાન અનેક સપ્તાહ સુધી ઔદ્યોગિક એકમો બંધ રાખવામાં આવ્યા હતા અને કેટલાક ઓપરેટર્સે સ્થાપિત પ્રમાણભૂત ઓપરેટિંગ પ્રક્રિયા (એસઓપી)નું પાલન ન કર્યું હોય તેમ બની શકે છે.

આ કારણે કેટલીક ઉત્પાદન સુવિધાઓ, પાઈપલાઈન, વાલ્વ વગેરેમાં બચેલા રસાયણો જોખમી બની શકે છે. ખતરનાક રસાયણો અને જ્વલનશીલ પદાર્થોની સાથે સંગ્રહ કરવા માટેની સુવિધામાં પણ આ સમસ્યા હોઈ શકે છે.

જ્યારે લોકઆઉટ/ટેગઆઉટ પ્રક્રિયા લાગુ નથી હોતી ત્યારે અનેક ઉર્જા સ્ત્રોત વિદ્યુત, યાંત્રિક કે રસાયણિક ઉપકરણોની સર્વિસ કે જાળવણીનું કામ કરતા ઓપરેટર્સ-સુપરવાઈઝર્સ માટે જોખમી સાબિત થઈ શકે છે. ભારે મશીનરી અને ઉપકરણોને યોગ્ય સમયે મેઈન્ટેન કરવામાં ન આવે ત્યારે તે ખતરનાક સાબિત થઈ શકે છે.

સરમાએ તમામ જિલ્લાના જવાબદાર અધિકારીઓને લોકડાઉન દરમિયાન અને બાદમાં ઉદ્યોગોને ફરીથી ખોલતી વખતે સુરક્ષાનું ખાસ ધ્યાન રાખવામાં આવે તે સુનિશ્ચિત કરવા જણાવ્યું છે.

ગૃહ મંત્રાલયે ઔદ્યોગિક એકમોને ફરીથી ચાલુ કરવાનું પ્રથમ સપ્તાહ પરીક્ષણ અવધિ માનવામાં આવે તેમ જણાવીને ઉત્પાદકોને ઉચ્ચ ઉત્પાદન લક્ષ્ય હાંસલ કરવાનો પ્રયત્ન ન કરવાની સલાહ આપી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news