મારી પુત્રીના જાન પર જોખમ છે, આ શિવસેના ડરપોક, કાયર છે’ : કંગનાની માતા

ટોચની અભિનેત્રી કંગના રનૌતની માતા આશા રનૌતે કહ્યું હતું કે આ શિવસેનાની ઉદ્ધવ સરકાર ડરપોક અને કાયર છે. સાથોસાથ તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહનો જાહેર આભાર માન્યો હતો કે મારી પુત્રીને રક્ષણ આપીને તમે એનો જાન બચાવ્યો છે.

મારી પુત્રીના જાનને જોખમ હતું. આખો દેશ મારી પુત્રીની સાથે છે. શું આ બાળાસાહેબની શિવસેના નથી ? આ તો સરાસર અન્યાય છે. અમે ઉદ્ધવની પેઠે વંશવાદી  કે ખાનદાની નથી. મારી પુત્રી મુંબઇમાંજ રહેશે. છેલ્લાં પંદર વર્ષથી પરસેવો પાડીને મારી પુત્રી પૈસા કમાઇ છે. હવે એને વિના કારણે હેરાન કરવામાં આવી રહી હતી. આખો દેશ જોઇ રહ્યો છે કે ઉદ્ધવ ઠાકરેની સરકાર કેવી કિન્નાખોરીથી મારી પુત્રી સામે બદલો લઇ રહી હતી. બીજા કેટલાક પક્ષો આ પ્રકારની વાતો કેમ કરી રહ્યા છે. શું તેમના ઘરમાં પુત્રીઓ નથી.

તેમણે વધુમાં કહ્યું કે સંજય રાઉત જે ભાષા બોલે છે એ કોઇ આ દેશમાં મહિલાઓ સાથે બોલતું નથી. શિવસેના સરકારે કંઇ ખોટું કર્યું તો લોકોએ મારી પુત્રીને સાથ આપ્યો. એક ટીવી ચેનલને આજે શુક્રવારે સવારે આપેલા ઇન્ટરવ્યૂમાં કંગનાની માતાએ વધુમાં કહ્યું કે કંગના સાથે જે કંઇ બન્યું એને લઇને અમારી ભાજપના શરણે જવું પડ્યું. હું વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહનો જાહેર આભાર માનું છું કે મારી પુત્રીને રક્ષણ આપ્યું. મારી પુત્રીને જાનનું જોખમ હતું. કેન્દ્ર સરકારે એને રક્ષણ ન આપ્યું હોત તો શું થાત એની કલ્પના કરતાં હું ધ્રૂજી ઊઠું છું.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news