માત્ર દવાથી એઇડ્સની સારવાર કર્યાનો પ્રથમ કેસ, બે ડ્રગ્સનું કોમ્બિનેશન કરીને HIV વાઈરસથી છૂટકારો મળ્યો

બ્રાઝીલમાં એક વ્યક્તિ એઇડ્સ મુક્ત થઇ ગયા હોવાનો દાવો સાઓ પાઉલોની ફેડરલ યુનિવર્સિટીના સંશોધકોએ કર્યો છે. રિસર્ચર્સ પ્રમાણે, એઇડ્સ પીડિતને ઘણા પ્રકારની એન્ટિરેટ્રોવાઈરલ દવાઓ અને નિકોટિનામાઈડ ડ્રગનું કોમ્બિનેશન આપવામાં આવ્યું હતું. સંશોધકોએ દર્દીનું નામ જાહેર કર્યું નથી પરંતુ તે HIV મુક્ત થઇ ગયા હોવાનો દાવો કર્યો છે.

હાલમાં જ થયેલી ઓનલાઈન એઇડ્સ 2020 કોન્ફરન્સમાં સંશોધકોએ આં વાતનો ખુલાસો કર્યો છે. ડૉ. રિકાર્ડો ડીયાઝ પ્રમાણે, બ્રાઝીલની એક વ્યક્તિને ઓક્ટોબર 2012માં એઇડ્સ થયો હતો. ટ્રાયલમાં દર્દીએ એઇડ્સની સારવાર વખતે લેવાતી દવાઓ બંધ કરી દીધી હતી. રિસર્ચ દરમિયાન દર્દીને લાંબા સમય સુધી દર બે મહિના એન્ટિરેટ્રોવાઈરલ દવાઓ અને નિકોટિનામાઈડ ડ્રગનું કોમ્બિનેશન આપવામાં આવ્યું હતું.

એક વર્ષ પછી દર્દીનો બ્લડ ટેસ્ટ કરવામાં આવ્યો તો HIV રિપોર્ટ નેગેટિવ આવ્યો. દર્દીના શરીરમાં વાઈરસનો નાશ કરવા માટે એન્ટીબોડીનું સ્તર શું હતું તે હજુ ખબર ન પડી. સંશોધકો પ્રમાણે દવાઓના કોમ્બિનેશને સારું કામ કર્યું.

‘મને નવું જીવન મળ્યું’
સાજા થયા પછી દર્દીએ કહ્યું કે, મને બીજું જીવન મળ્યું છે. હું વાઈરસ મુક્ત છું, લાખો HIV સંક્રમિત દર્દીઓ પણ આ જ ઈચ્છે છે. આ જીવન મારા માટે એક ગિફ્ટ જેવું છે. જો આ કેસની પુષ્ટિ થાય છે તો આ એઇડ્સનો પ્રથમ કેસ હશે, જેમાં કોઈ સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટ વગર HIVને શરીરમાંથી બહાર કાઢ્યો. સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટથી લંડનમાં એક દર્દી HIV મુક્ત થયો હતો.

સંશોધક એડમ કાસ્ટીલેજા પ્રમાણે, દર્દી હાલ જીવિત છે અને વાઈરસ મુક્ત છે. એઇડ્સની સારવાર આવી રીતે પણ કરી શકાય છે તેની આ સાબિતી છે. હાલ એક્સપર્ટ લોકો આ કેસમાં ધ્યાન રાખી રહ્યા છે કે બ્રાઝીલના દર્દીમાં ફરીથી વાઈરસ મળવાનું જોખમ છે કે નહિ. આવનારા સમયમાં થનારા ટેસ્ટિંગમાં આ વાત ખબર પડશે.

એડવાન્સ દવાઓથી દર્દી સામાન્ય જીવન જીવી શકે છે
રિસર્ચર્સ પ્રમાણે, એક વખત કોઈ માણસ સંક્રમિત થઇ જાય છે તો એઇડ્સના વાઈરસ HIVને બહાર કાઢવા કે નાશ કરવા મુશ્કેલ બની જાય છે, કારણકે આ બ્લડ સેલ્સ ઘર બનાવી લે છે. તેઓ લાંબા સમય સુધી રહે છે અને દવાઓથી પણ પોતાની જગ્યા છોડતા નથી. દવાઓથી માત્ર આ સંક્રમણ કન્ટ્રોલ કરી શકાય છે. જો દર્દીએ દવા લેવાનું બંધ કરી દીધું તો વાઈરસ પોતાને એક્ટિવ કરી દે છે અને બીમારીની અસર ફરીથી દેખાવા લાગે છે. એડવાન્સ દવાઓથી દર્દી સામાન્ય જીવન જીવી શકે છે.

એક્સપર્ટ કમેન્ટ: જાણકારી રસપ્રદ છે પણ આવો માત્ર એક જ કેસ સામે આવ્યો છે
કેલિફોર્નિયા યુનિવર્સિટીના એઇડ્સ સ્પેશ્યાલિસ્ટ ડૉ. મોનિકા ગાંધીએ કહ્યું કે, આ માહિતી ઘણી રસપ્રદ છે પરંતુ હજુ આ શરૂઆતનો સમય છે કારણ કે આવું માત્ર કોઈ એક વ્યક્તિ સાથે થયું નથી. અન્ય 4 લોકોને પણ આ જ સારવાર આપવામાં આવી હતી પણ તે સફળ નથી. આ એક પ્રકારનો પાઈલટ પ્રોજેક્ટ છે. HIV વાઈરસનો નાશ કરવાનો કોઈ ઉપાય નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news