ધરમાં પડેલ જૂનાં સામાનનાં મળ્યાં લાખો રૂપિયા, શું હતું તે વસ્તું..!! જાણો…

ઘણી વખત કેટલાક લોકોના ઘરમાં કેટલોક એવો કિમતી સામાન પડ્યો હોય છે, જેમાટે તેઓને કોઈ પણ જાતનો અંદાજો નથી હોતો. આવુ જ કઈક ફ્રાન્સ (France)ના ઈપર્ને (Epernay)માં રહેતા એક પરિવાર સાથે થયું. આ પરિવારને એ વાતની જાણ નહોતી કે ફ્રેન્ચ માસ્ટર ફ્રૈગોનાર્ડ (Fragonard)ની ખોવાયેલી પેઈન્ટિંગ તેમની પાસે છે અને તેની કિંમત 9 મિલિયન ડૉલર છે. એટલે ભારતીય રૂપિયાની વાત કરીએ તો 67 કરોડ રૂપિયા થાય છે.

મળેલી માહિતી અનુસાર, એર્પનેમાં એનચેરેસ શૈમ્પેન નિલામી (Encheres Champagne Auction) દરમિયાન એક નિલામીકર્તા એંટની પેટિટે (Antoine Petit) જણાવ્યું કે તેઓને માર્ને (Marne) સ્થિત એક અપાર્ટમેન્ટમાં એક પરિવારની વિરાસતનું આંકલન કરવા માટે બોલાવામાં આવ્યા હતા. તે લોકો ત્યાં જેવા પહોંચ્યા તો દીવાલ પર એક પેઈન્ટિંગ જોવા મળી. આ પેઈન્ટિંગ જોયા પછી તેમના હોશ ઉડી ગયા.

કિંમત છે 67 કરોડ રૂપિયાથી વધુ:
એન્ટોની પેટિટે પેઈન્ટિંગની તપાસ કરી તો જાણવા મળ્યું કે ફ્રેન્ચ માસ્ટર ફૈગનાર્ડ (Fragonard) નામ કાળી સહીથી પાછળની બાજુમાં લખ્યું છે. જે પછી પેરિસ સ્થિત કેબિનેટ ટર્ક્વિનના (Turquin) વિશેજ્ઞોએ આનું મૂલ્યાંકન કર્યું. વિશેજ્ઞોએ પેઈન્ટિંગ અંગે વેરિફાય કર્યું તે જાણવા મળ્યું કે આ પેઈન્ટિંગ અ ફિલોસોફર રીડિંગ છે.

પેઈન્ટિંગ અંગે પરિવારને ખબર પડી તો હોશ ઉડી ગયા:
પેટિટે કહ્યું કે જે પરિવાર પાસે પેઈન્ટિંગ છે, તે 1768-1770ની છે. એટલે લગભગ 200 વર્ષોથી આ પેઈન્ટિંગને સંભાળવામાં આવી છે. બધી જ પેઢી આ પેઈન્ટિંગને પોતાની પાસે રાખે છે. વર્તમાન સમયમાં જે લોકો આ પેઈન્ટિંગ માલિક છે તે લોકોને કલાકાર અંગે કોઈ પણ માહિતી કે પછી ઓળખ નહોતી. ઑક્શન હાઉસે જણાવ્યું કે પેઈન્ટિંગ 9.1 મિલિયન ડૉલરની વેચાઈ છે જોકે આ પેઈન્ટિંગ કોણે ખરીદી તે અંગે હજુ સુધી કોઈ ઓળખ થઈ નથી.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news