મોદી સરકારે ખેડૂતોની જગ્યાએ અંબાણી-અદાણીની આવક બમણી કરીઃ રાહુલ ગાંધી

દિલ્હી સરહદ પર ઉગ્ર આંદોલન કરીને સરકાર સામે મોરચો માંડનારા ખેડૂતોના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ પણ પહેલા જ દિવસથી ઉતરી ચુકેલા છે.

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી નવા કૃષિ કાયદાને લઈને મોદી સરકારને સતત ઘેરી રહ્યા છે.હવે રાહુલ ગાંધીએ સોશ્યલ મીડિયા પર કહ્યુ છે કે, મોદી સરકારે ખેડૂતોની આવક બમણી કરવાનો વાયદો કર્યો હતો પણ ખેડૂતોની જગ્યાએ આ સરકારે અંબાણી અને અદાણીની આવક બમણી કરી આપી છે.

રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને કહ્યુ હતુ કે, જે સરકાર કાળા કૃષિ કાયદાને અત્યાર સુધી યોગ્ય બતાવતી આવી છે તે ખેડૂતોના પક્ષમાં આ સમસ્યાનુ સમાધાન કરશે તેવી આશા રાખવી નકામી છે પણ આ દેશમાં હવે ખેડૂતોની વાત થશે.

રાહુલ ગાંધીએ એવા સમયે નિવેદન આપ્યુ છે જ્યારે દિલ્હીની સિંધુ અને ટિકરી બોર્ડર પર હજારો ખેડૂતો એકઠા થયેલા છે અને સરકાર સામે પ્રદર્શન કરી રહ્યા છે.ખેડૂતોએ દિલ્હીના બુરાડી મેદાનમાં પ્રદર્શન કરવાના સરકારના પ્રસ્તાવને પણ ઠુકરાવી દીધો છે.ખેડૂતોનુ કહેવુ છે કે, જ્યાં સુધી સરકાર નવો કાયદો પાછો ખેંચવા માટે વાયદો નથી કરતી ત્યાં સુધી અમે બોર્ડર પર જ અડિંગો જમાવેલો રાખીશું.

ખેડૂતોના આંદોલનના કારણે દિલ્હીમાં પ્રવેશવાના ઘણા રસ્તા બંધ થઈ ચુકેલા છે અને લાખો લોકોને પરેશાનીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news