ભારતની T20 વર્લ્ડકપ ટીમનો ભાગ બની શકે છે મોહમ્મદ શમી, જાણો શું છે ICCનો નિયમ

ઓસ્ટ્રેલિયામાં 16 ઓક્ટોબરથી આઇસીસી ટી-20 વર્લ્ડકપ 2022ની શરૂઆત થવાની છે. આ ટૂર્નામેન્ટમાં 16 ટીમ ભાગ લેશે જેમાંથી 8 ટીમ સીધી ક્વોલિફાઇ કર્યુ છે જ્યારે 8 ટીમ ફર્સ્ટ રાઉન્ડ મેચ દ્વારા જગ્યા બનાવશે. તમામ ટીમોની જાહેરાત થઇ ગઇ છે પરંતુ શું તમે જાણો છો કે હજુ પણ ટીમમાં વગર ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ એટલે કે આઇસીસની પરવાનગી વગર બદલાવ થઇ શકે છે?

ICCની મેગા ઇવેન્ટ માટે 16 ટીમની જાહેરાત થઇ ગઇ છે જ્યારે 9 ઓક્ટોબર સુધી ટીમમાં બદલાવ થઇ શકે છે, જેની માટે આઇસીસીની પરવાનગીની જરૂરત નથી. આ કારણ છે કે જો ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે બીસીસીઆઇ ઇચ્છે તો મોહમ્મદ શમીને ફાઇનલ ફિફ્ટીનમાં જગ્યા મળી શકે છે, જે અત્યારે રિઝર્વનો ભાગ છે, જોકે, તે હજુ પણ કોરોનાથી સ્વસ્થ થયો નથી.

તમારી જાણકારી માટે જણાવી દઇએ કે જો કોઇ ટીમ 9 ઓક્ટોબર સુધી કોઇ પણ ખેલાડીના રિપ્લેસમેન્ટની જાહેરાત કરી શકે છે પરંતુ 9 ઓક્ટોબર પછી આઇસીસી પાસે તેની પરવાનગી લેવી પડશે અને સાબિત કરવુ પડશે કે ખેલાડી ઇજાગ્રસ્ત છે કે પછી કોઇ રીતની બીમારીથી પીડિત છે. મોહમ્મદ શમીને લઇને એટલા માટે પણ વાત કરવામાં આવી રહી છે કારણ કે ટીમ ઇન્ડિયાની બોલિંગ નબળી જોવા મળી રહી છે.

જે રીતે ભારત વિરૂદ્ધ ટી-20 સીરિઝમાં દમદાર પ્રદર્શન કરનારા કેમરૂન ગ્રીનને ઓસ્ટ્રેલિયાની ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે, તે રીતે અન્ય દેશના ખેલાડી પણ પોત પોતાની ટીમમાં જગ્યા બનાવી શકે છે પરંતુ સ્કવોર્ડની સંખ્યા 15 સુધી જ સીમિત હશે. જોકે, ભારત માટે ચિંતાની વાત આ છે કે મોહમ્મદ શમી હજુ સુધી કોરોનાથી સ્વસ્થ થયો નથી અને તે દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ સીરિઝમાંથી પણ બહાર છે.

T20 વર્લ્ડકપ માટે ભારતીય ક્રિકેટ ટીમ

રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઇસ કેપ્ટન), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, દીપક હુડ્ડા, રિષભ પંત (વિકેટ કીપર), દિનેશ કાર્તિક (વિકેટ કીપર), હાર્દિક પંડ્યા, આર.અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, જસપ્રીત બુમરાહ, ભૂવનેશ્વર કુમાર, હર્ષલ પટેલ અને અર્શદીપ સિંહ

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.