મોરને દાણા ખવડાવતો વીડિયો PM મોદીએ શેર કર્યો, પ્રકૃતિ પ્રેમનો આપ્યો સંદેશ

 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પ્રકૃતિ પ્રેમ એક સોશ્યલ મીડિયા પોસ્ટ દ્વારા સામે આવ્યો છે. પીએમ મોદીએ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર નવી કવિતા પોસ્ટ કરી છે. કવિતાની સાથે-સાથે એક વીડિયો પણ શેર કરવામાં આવ્યો છે. જેમાં પીએમ મોદી મોરની સાથે જોવા મળી રહ્યા છે. જેમાં PM મોદી મોર સાથે જોવા મળ્યા. જેમાં મોદી સવારે મોરને દાણા ખવડાવતા જોવા મળે છે.

તસવીરમાં દેખાતો મોર તેમના મોર્નિંગ વોક દરમિયાન સાથે જ હોય છે. પીએમ મોદી નિયમિત વોક બાદ મોરને દાણા ખવડાવે છે. આ પીએમ મોદીની દિનચર્યામાં સામેલ છે, જેની તસવીર સામે આવી છે.

વીડિયોમાં જોવા મળેલી તસવીર પીએમ મોદીની દિનચર્યાની છે જેમાં તેમને લોક કલ્યાણ માર્ગ સ્થિત પીએમ આવાસ અને તેમના કાર્યાલય સુધીની ગતિવિધિઓ જોવા મળી શકે છે. પીએમ મોદીએ પોતાના આવાસ પર ગ્રામીણ વિસ્તાર જેવા માળખા પણ બનાવ્યા છે જ્યાં પક્ષી પોતાનો માળો બનાવી શકે છે.

આ રીતે પીએમ મોદી ઘણીવાર બાળકો સાથે પણ જોવા મળે છે. હજુ તાજેતરમાં મન કી બાતમાં તેમણે હરિયાણામાં પાણી ની ટૉપર કૃતિકા નાંદલ સાથે ફોન પર વાત કરી હતી. આ દરમિયાન પીએમ મોદીએ કૃતિકાને શુભકામના આપવાની સાથે સાથે આગળ વધવાનુ પ્રોત્સાહન આપ્યુ હતુ. પીએમે કૃતિકાને તેમના સંઘર્ષ અને ભણતર વિશે પણ વાત કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news