મુકેશ અંબાણી ફરી એશિયાના સૌથી અમીર વ્યક્તિ બન્યા, જાણો ગૌતમ અદાણી ક્યાં સ્થાને સરક્યા?

મુકેશ અંબાણી ફરી એકવાર એશિયાના સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે. ‘ફોર્બ્સ’એ મંગળવારે જાહેર કરેલી 2023ના અબજોપતિઓની યાદીમાં આ માહિતી આપી છે અને અંબાણીના મુખ્ય હરીફ ગૌતમ અદાણી વૈશ્વિક યાદીમાં 24માં સ્થાને સરકી ગયા છે. અદાણી 24 જાન્યુઆરીએ વિશ્વના ત્રીજા સૌથી ધનિક વ્યક્તિ હતા. તે સમયે તેમની સંપત્તિ 126 અબજ ડોલર હતી. અમેરિકન શોર્ટ-સેલર હિંડનબર્ગ રિસર્ચના અહેવાલને પગલે તેમની સંપત્તિમાં તીવ્ર ઘટાડો થયો હતો અને ફોર્બ્સે જણાવ્યું હતું કે અદાણીની કુલ સંપત્તિ હવે 47.2 અરબ ડોલર છે અને તેઓ અંબાણી પછી બીજા સૌથી ધનિક ભારતીય છે.

મુકેશ અંબાણી (65) 83.4 અરબ ડોલરની નેટવર્થ સાથે વિશ્વના 9મા સૌથી ધનિક વ્યક્તિ છે. ફોર્બ્સે જણાવ્યું હતું કે ગયા વર્ષે અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 100 અબજ ડોલરથી વધુ આવક મેળવનારી પ્રથમ ભારતીય કંપની બની હતી અને તેમનો બિઝનેસ ઓઈલ, ટેલિકોમથી લઈને રિટેલ સુધી ફેલાયેલો છે.

યાદી અનુસાર શિવ નાદર ત્રીજા સૌથી અમીર ભારતીય છે. સાયરસ પૂનાવાલાને દેશના ચોથા સૌથી અમીર વ્યક્તિનું સ્થાન મળ્યું છે અને સ્ટીલ બેરોન લક્ષ્મી મિત્તલ 5મા ક્રમે, ઓપી જિંદાલ ગ્રુપના સાવિત્રી જિંદાલ 6મા ક્રમે, સન ફાર્માના દિલીપ સંઘવી 7મા અને DMartના રાધાકૃષ્ણ દામાણી 8મા ક્રમે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.