નરેન્દ્ર મોદીએ કર્યું સ્પષ્ટ : રસિકરણના પહેલા ચરણમાં, જન પ્રતિનિધિ સહિત, કોઈ પણ રસી લેવાનો ન કરે પ્રયત્ન

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ કરી દીધું છે કે પહેલા ચરણમાં જે 3 કરોડ લોકોને રસી લાગવાની છે તેમાં સ્વાસ્થ્યકર્મી અને ફ્રન્ટલાઈન વર્કર્સ શામિલ છે. જેમાં જન પ્રતિનિધિ સહિત કોઈ પણ રસી લેવાનો પ્રયત્ન ન કરે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તમામ સાંસદો અને ધારાસભ્યોને પ્રાથમિકતાના આધાર પર રસી લેવાના પ્રસ્તાવને ફગાવતા કહ્યું કે આ લોકોને બહું ખોટો સંકેત આપશે.

પ્રધાનમંત્રી મોદીએ પહેલા ધારાસભ્યો અને સાંસદોને રસી લગાવવાનો પ્રસ્તાવ ફગાવી દીધો છે. મોદીએ સ્પષ્ટ કર્યું છે કે પહેલા ચરણમાં 3 કરોડ સ્વાસ્થ્યકર્મીઓ અને ફ્રન્ટ લાઈન વર્કર્સને રસી આપવામાં આવશે. આ ચરણમાં સંપૂર્ણ ખર્ચ કેન્દ્ર સરકાર ઉઠાવશે. બીજા ચરણમાં 50 વર્ષથી ઉપરના અને ગંભીર બિમારીઓથી ગ્રસ્ત લોકોને આમાં જોડવામાં આવશે.

રસીને લઈને કોઈ પ્રકારની અફવાહ ન ફેલાય

પ્રધાનમંત્રીએ રસીકરણ અભિયાનને લઈને તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરી. આ દરમિયાન પીએમ મોદીએ સફળ રસીકરણની સાથે સાથે આ સુનિશ્ચિત કરવાની અપીલ કરી છે કે રસીને લઈને કોઈ પ્રકારની અફવાહ ન ફેલાય. પ્રધાનમંત્રીએ કહ્યું છે કે જો પરંતુની વાતો નહીં ચાલે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news