નરેન્દ્ર મોદીએ શનિવારે સવારે, ૧૦:૩૦ કલાકે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા, વિશ્વના સૌથી મોટા કોરોના રસીકરણ અભિયાનનો, કરાવ્યો હતો પ્રારંભ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે સવારે ૧૦:૩૦ કલાકે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વિશ્વના સૌથી મોટા કોરોના રસીકરણ અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો.

આરોગ્ય મંત્રાલયે જારી કરેલા પ્રારંભિક આંકડા અનુસાર દેશભરમાં ૩,૩૫૧ સેન્ટર ખાતે ૧,૬૫,૭૧૪ ડોક્ટર, નર્સ, પેરામેડિકલ સ્ટાફ અને ક્લિનિંગ સ્ટાફને કોરોનાની વેક્સિનનો પ્રથમ ડોઝ અપાયો હતો. આ કાર્યમાં ૧૬,૭૫૫ કર્મચારી રસીકરણની કામગીરીમાં જોડાયાં હતાં.

દિલ્હીની એઇમ્સ હોસ્પિટલ ખાતે કેન્દ્રીય આરોગ્ય મંત્રી હર્ષ વર્ધન અને એઇમ્સના ડિરેક્ટર ડો. રણદીપ ગુલેરિયાની ઉપસ્થિતિમાં સેનિટેશન વર્કર મનીશ કુમારને કોરોનાની રસીનો પ્રથમ ડોઝ અપાયો હતો.

દરેક સેન્ટર ખાતે ૧૦૦ આરોગ્ય કર્મચારીને કોરોનાની રસીના ડોઝ અપાતાં પ્રારંભ કરાયેલા પ્રથમ તબક્કાના પહેલા દિવસે અંદાજિત ૩ લાખ આરોગ્ય કર્મચારીઓને કોરોનાની રસી આપવાનો લક્ષ્યાંક હતો. બ્રિટનની એસ્ટ્રાઝેનેકા-ઓક્સફર્ડની કોરોના રસી કોવિશીલ્ડનું ભારતમાં નિર્માણ કરી રહેલી સીરમ ઇન્સ્ટિટયુટ ઓફ ઇન્ડિયાના સીઇઓ આદર પૂનાવાલાએ કોવિશીલ્ડનો પ્રથમ ડોઝ લીધો હતો. સરકાર પ્રથમ તબક્કામાં ૧ કરોડ આરોગ્ય કર્મચારીઓને કોરોનાની રસી આપવાની યોજના ધરાવે છે.

એલએસી પર ચીન સામે બાથ ભીડી રહેલા ભારતીય સેનાના જવાનોને લદ્દાખમાં કોરોનાની રસીના ડોઝ આપવાનો પ્રારંભ કરી દેવાયો છે. લદ્દાખમાં સીએમઓ ડો. કાત્યાની શર્મા અને આસિસ્ટન્ટ કમાન્ડન્ટ સ્કેલઝેંગ એન્ગ્મોને કોરોનાની રસી અપાઇ હતી.

રસીકરણ પ્રથમ દિવસ

 • ૧,૬૫,૭૧૪ કુલ આરોગ્ય કર્મીને રસી અપાઇ
 • ૩,૧૨૯ ભારતીય સેનાના આરોગ્ય કર્મચારી
 • ૧૬,૯૬૩ આંધ્રપ્રદેશના આરોગ્ય કર્મી
 • ૧૬,૪૦૧ બિહારના આરોગ્ય કર્મી
 • ૧૫,૭૨૭ મહારાષ્ટ્રના આરોગ્ય કર્મચારી
 • ૧૨,૬૩૭ કર્ણાટકના આરોગ્ય કર્મી
 • ૮,૫૫૭ ગુજરાતના આરોગ્ય કર્મી
 • ૭,૨૦૬ કેરળના આરોગ્ય કર્મી
 • ૬૭૩૯ મધ્યપ્રદેશના આરોગ્ય કર્મી
 • ૪,૯૮૫ છત્તીસગઢના આરોગ્ય કર્મી
 • ૪,૦૦૦ કાશ્મીરના આરોગ્ય કર્મી
 • ૩,૪૦૩ દિલ્હીના આરોગ્ય કર્મી
 • ૨૭૨૧ આસામના આરોગ્ય કર્મી
 • ૭૪૩ અરુણાચલ પ્રદેશના આરોગ્ય કર્મી
 • ૩૭૩ ગોવાના આરોગ્ય કર્મી
 • ૧૯૫ ચંડીગઢના આરોગ્ય કર્મી
 • ૭૮ આંદામાન નિકોબારના આરોગ્ય કર્મી
 • ૧૦૭ દાદરા અને નગર હવેલી, દમણ-દીવ

હૈદરાબાદ સ્થિત ભારત બાયોટેક દ્વારા ર્નિિમત કોરોનાની રસી કોવેક્સિન પર ઉઠાવવામાં આવી રહેલા સવાલો મધ્યે કંપનીએ શનિવારે જણાવ્યું હતું કે, કોવેક્સિન મુકાવ્યા પછી જો કોઈને ગંભીર આડઅસર થશે તો તેવા કિસ્સામાં કંપની દ્વારા વળતર ચૂકવવામાં આવશે. શનિવારથી શરૂ કરાયેલા કોરોના રસીકરણ અભિયાન માટે કેન્દ્ર સરકારે ભારત બાયોટેક પાસેથી કોવેક્સિનના ૫૫ લાખ ડોઝની ખરીદી કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news