ડ્રગ્સ કેસમાં NCBએ એક્ટર એઝાઝ ખાનની કરી ધરપકડ,એઝાઝ સાથે ગઇકાલે NCBએ કલાકો સુધી પૂછપરછ કરી

NIAને શંકા છે કે એઝાઝ ખાન, ડ્રગ્સ લૉર્ડ ફારૂખ બટાટા અને તેમના દીકરા શાદાબ બટાટા સાથે કામ કરે છે અને ડ્રગ સિન્ડિકેટનો ભાગ છે. એઝાઝ સાથે ગઇકાલે NCBએ કલાકો સુધી પૂછપરછ કરી હતી.

ફારૂખના દીકરા શાદાબની ગત અઠવાડિયે જ NCBએ એક દરોડા દરમિયાન ધરપકડ કરી હતી. તેની પાસેથી અંદાજિત 2 કરોડ રૂપિયાના ડ્રગ્સની ખેપ મળી આવી હતી. શાદાબ સાથે પૂછપરછ દરમિયાન કેટલાક સેલિબ્રિટીના નામ સામે આવ્યા હતા.

એઝાઝ ખાન મંગળવારે રાજસ્થાનથી જેવો મુંબઈ લેન્ડ થયો, તેને NCBએ નોટિસ આપતા કસ્ટડીમાં લઇ લીધો. NCBએ એઝાઝને લઇને અંધેરી અને લોખંડવાલાના કેટલા ઠેકાણાઓ પર દરોડા પાડ્યા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news