આ ભુતપુવઁ ભારતીય ક્રિકેટરે IPL માં શું બનવા BCCI ને કરી વિનંતી ! અગાઉ વિવાદમાં આવવા થી કરવામાં આવ્યા હતા બહાર…

ક્રિકેટર થી કૉમેન્ટ્રેટર બનેલા સંજય માંજરેકરે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડને તેને આઇપીએલ માટે કૉમેન્ટ્રી પેનલમાં સામેલ કરવાનો અનુરોધ કર્યો છે. માંજરેકરને આ વર્ષે માર્ચમાં સાઉથ આફ્રિકા અને ભારત સીરીઝ પહેલા પોતાની કૉમેન્ટ્રી પેનલમાંથી હટાવી દીધો હતો. આ સીરીઝ જોકે કૉવિડ-19ના કારણે ના રમાઇ શકી. હવે માંજરેકર ઇચ્છે છે કે તેને 19 સપ્ટેમ્બરથી 8 નવેમ્બરની વચ્ચે રમાનરી આઇપીએલ 2020 માટે ફરીથી કૉમેન્ટ્રી પેનલમાં સામેલ કરવામાં આવે. આ પ્રસ્તાવ પર બોર્ડ હાલ વિચાર કરી રહ્યું છે.

બોર્ડને લખેલા એક મેઇલમાં મુંબઇ રણજી ટીમના પૂર્વ કેપ્ટને બોર્ડને આશ્વાસન આપ્યુ છે કે, તે બીસીસીઆઇ દ્વારા જાહેર કરાયેલી ગાઇડલાઇન્સ પર વળગી રહેશે. આ બાબતે બોર્ડને માંજરેકર તરફથી બીજો ઇમેલ પણ મોકલવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news