જાણવા જેવું / લોન ચુકવ્યા વગર જો કોઈનું મોત થઈ જાય તો બેંક શું કરશે? તમારા માટે જાણવું ખૂબ જ જરૂરી

આજકાલ લોકો દરેક નાની જરૂરિયાતને પહોંચી વળવા માટે લોન લે છે, પછી તે હોમ લોન (Home Loan) હોય કે ઓટો લોનની વાત હોય અથવા મોબાઇલ ફાઇનાન્સની

News Detail

Home Loan After Death: આજકાલ લોકો દરેક નાની જરૂરિયાતને પહોંચી વળવા માટે લોન લે છે, પછી તે હોમ લોન (Home Loan) હોય કે ઓટો લોનની વાત હોય અથવા મોબાઇલ ફાઇનાન્સની. આવી સ્થિતિમાં તમારે એ પણ જાણવું જોઈએ કે બેંક આ લોન કેવી રીતે વસૂલ કરે છે. ક્યારેક લોકો અચાનક મુશ્કેલીમાં આવી જાય છે. આવી સ્થિતિમાં બેંકની EMI પણ ચૂકવી શકાતી નથી, આ સિવાય લોન લેનારનું મૃત્યુ થાય ત્યારે પણ આવી સ્થિતિ સર્જાય છે. આવી સ્થિતિમાં બેંક તેના પરિવારના સભ્યો પાસેથી તે લોનની વસૂલાત કરે છે, પરંતુ તમને જણાવી દઈએ કે કેટલીક એવી લોન છે જેમાં લેનારાના મૃત્યુ પછી બેંક તેના પરિવારના સભ્યો પાસેથી તે લોન વસૂલ કરી શકતી નથી. ચાલો જાણીએ કે બેંક હોમ લોન, ઓટો લોન અને ક્રેડિટ કાર્ડની બાકી રકમ પર કેવી રીતે રૂપિયા વસૂલ કરે છે.

હોમ લોનને લઈ શું છે નિયમ (Home Loan Rule After Death)

જો કોઈ વ્યક્તિએ જોઈન્ટ હોમ લોન લીધી હોય અને પ્રાઈમરી એપ્લિકેન્ટનું મૃત્યુ થઈ જાય, તો લોનની ચુકવણીની સંપૂર્ણ જવાબદારી અન્ય કો-એપ્લીકેન્ટની રહે છે. જો અન્ય અરજદાર પણ લોનની ચુકવણી ન કરે, તો બેંક પાસે સિવિલ કોર્ટ, ડેટ રિકવરી ટ્રિબ્યુનલ અથવા સરફેસી એક્ટ (SARFAESI Act) હેઠળ રિકવરીની પ્રક્રિયા અપનાવવાનો અધિકાર છે. આપને જણાવી દઈએ કે બેંક પ્રોપર્ટીનો કબજો લઈને અને તેને વેચીને તેની લોન વસૂલ કરી શકે છે. જો કે બેંક પરિવારના સભ્યોને થોડો સમય આપે છે કે જો પરિવારના સભ્યો અથવા કાયદેસરના વારસદારો સમયસર લોનની બાકી રકમ જમા કરાવે છે તો ઘરની હરાજી કરવામાં આવતી નથી.

પર્સનલ લોન અને ક્રેડિટ કાર્ડ માટે આ છે નિયમ (Personal Loan After Death, Credit Card Bill After Death)

આપને જણાવી દઈએ કે પર્સનલ લોન, ક્રેડિટ કાર્ડની બાકી રકમ, આ તમામ અનસિક્યોર્ડ લોનની કેટેગરીમાં આવે છે. જો કોઈ વ્યક્તિ પર્સનલ લોન અથવા ક્રેડિટ કાર્ડનું બિલ ચૂકવ્યા વિના મૃત્યુ પામે છે, તો બેંક તેના પરિવાર પાસેથી અથવા તેના કાનૂની વારસદાર પાસેથી લોન વસૂલ કરી શકતી નથી. કારણ કે આ બંને અનસિક્યોર્ડ લોન છે. તેમાં મિલકત પણ જપ્ત કરી શકાતી નથી. આવી સ્થિતિમાં બેંકો તેને રાઈટ ઓફ કરે છે એટલે કે આ લોન એકાઉન્ટને NPA તરીકે જાહેર કરવામાં આવે છે.

ઓટો લોન એટલે કાર લોન અથવા બાઈક લોનનું શું હોય છે ? (Car Loan Rules, Bike Loan Rules after Death)

જો ઓટો લોન લેનાર વ્યક્તિનું મૃત્યુ થાય છે, તો આ લોન ચૂકવવાની જવાબદારી પરિવારના સભ્યો પર આવે છે. આવી સ્થિતિમાં બેંક પરિવારના સભ્યોને આ લોન ચૂકવવા માટે કહે છે. જો પરિવાર આ લોન ચૂકવવા તૈયાર ન હોય તો બેંક તેની લોન વસૂલવા માટે કારનો કબજો લઈ લે છે અને તેની હરાજી કરે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.