ભાણેજનુ મામેરૂં કરાશે,રથયાત્રા યોજાય કે ન યોજાય .

કોરોનાની મહામારીમા રથયાત્રા નીકળશે કે કેમ? એ હજુ નક્કી ભલે ન હોય પરંતુ મોસાળ દ્વારા મામેરા ની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે રથયાત્રા યોજાય કે ન યોજાય પરંતુ પરંપરા મુજબ જગતનાથનું મામેરૂં કરવામાં આવશે.કોરોના ને કારણે ગત વર્ષે જગન્નાથ મંદિરેથી નીકળતી રથયાત્રા રદ કરવામાં આવી હતી હવે આ વર્ષે 144મી રથયાત્રા નીકળશે કે કેમ તે અંગે હજુ ચોક્કસ કહી શકાય તેમ નથી ત્યારે ભગવાનના મોસાળમાં એવા સરસપુર રણછોડરાયજી મંદિર દ્વારા મામેરાની તૈયારીઓ શરૂ કરી દેવામા આવી છે.

આ અંગે બોલતા રણછોડરાયજી મંદિરના ટ્રસ્ટી ઉમંગ પટેલે જણાવ્યું હતું કે રથયાત્રા યોજાશે કે નહીં તે તો જગતના નાથને ખબર પરંતુ ભાણેજને મામેરૂં કરવા મંદિર દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે ભગવાનના વાઘા અને ધરેણાના ઓર્ડર આપી દેવામાં આવ્યા છે આ વખતે ભગવાનને મહારાષ્ટ્રીયન સ્ટાઇલના રજવાડી વાધા આપવામાં આવશે તોં રજવાડી સ્ટાઇલના ઘરેણા બનાવવામાં આવશે,મહારાષ્ટ્ર લીલી પાઘડી, જેમાં સ્ટોનવર્ક જરદોશીવર્ક મોતીવર્ક અને મિરર વર્ક કરવામાં આવશે.ભગવાનના વાઘા માટે સફેદ અને વાદળી કલરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ભગવાનના કલાત્મક વાઘા માટે ઓર્ડર આપી દેવામાં આવ્યો છે.

રથયાત્રા નીકળશે કે કેમ એની હજી કોઈ ચર્ચા કે જાણકારી નથી, પરંતુ ભગવાનનું મામેરૂં ધામધૂમથી કરવામાં આવશે. દર વર્ષે જ્યારે ભાણેજ મોસાળમાં પધારે છે ત્યારે મામેરૂ કરવામા આવે છે ગત વર્ષે રથયાત્રા રદ કરાઇ ત્યારે પણ મામેરૂ તો કરવામા આવ્યુ હતુ.ભગવાનનું મામેરૂં કરવાંની તક ભાગ્યશાળીને પ્રાપ્ત થાય છે ત્યારે આ વખતે મામેરૂ કોણ કરશે તે આગામી સમયમા યોજાનારી મંદિરની મિટિંગમાં નક્કી થશે હાલમાં મામેરાને લઇ કોઈ વેઇટિંગ ચાલી રહ્યું નથી અગાઉ ડ્રો કરીને પાંચ વર્ષ માટેના યજમાનો નક્કી કરવામાં આવ્યા હતા પરંતુ હવે ડ્રો કરવામાં આવતો નથી. જે તે વર્ષે મામેરાના યજમાન નક્કી કરવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news