નોરા ફતેહીએ, પોપ્યુલર તૈમૂર અલી ખાન સાથે, લગ્ન કરવાની વ્યક્ત કરી ઈચ્છા

પોતાના ડાન્સ મૂવ્સથી લોકોને દિવાના બનાવનાર નોરા ફતેહીએ પોપ્યુલર સ્ટારકિડ તૈમૂર અલી ખાન સાથે લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. નોરાએ કરીના કપૂરના ચેટમાં કહ્યું કે જ્યારે તૈમૂર મોટો થઈ જશે તો એ તેના સાથે લગ્ન કરવા માંગે છે.

નોરા ફતેહીએ કરીના કપૂરનો આભાર માન્યો અને કહ્યું, મને આશા છે કે ટૂંક સમયમાં તૈમૂર મોટો થશે, હું મારી અને તેની વચ્ચે સગાઈ અને લગ્ન વિશે વિચારી શકું છું. નોરાના લગ્નના આ પ્રસ્તાવ પર કરીના કપૂર પહેલાં તો ચોંકી ગઈ પછી હસતાં હસતાં કહ્યું કે, તે અત્યારે 4 વર્ષનો છે. મને લાગે છે કે હજુ ઘણો લાંબો સમય છે. જેના જવાબમાં નોરા ફતેહી હસી પડી અને કહ્યું કોઈ વાત નહીં, હું રાહ જોઈશ.

હવે તૈમૂરે પોતાનો ફોટો ક્લિક કરતી વખતે રિએક્ટ કરવાનું શરૂ કરી દીધું છે. જ્યારે તેનો મૂડ ન હોય ત્યારે તે ફોટા લેવાની ના પણ પાડી દે છે. ક્રિસમસની પૂર્વ સંધ્યાએ નાનકડા નવાબે માસ્ક ઉતાર્યું અને ખુશીથી ફોટો ક્લિક કરાવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news