સુરત થી કાઠિયાવાડ માં જવા હવે વિમાન તૈયાર છે આટલા છે ટિકિટ ના દર.. એકજ કલાક માં સૌરાષ્ટ્ર ની સફર જાણો વિગતો

સુરત થી કાઠિયાવાડ માં જવા હવે વિમાન તૈયાર છે, ટિકિટ ના દર રૂ. 1,999 માં એકજ કલાક માં સૌરાષ્ટ્ર ની સફર કરવાનો મોકો ખાસ કરીને સૌરાષ્ટ્રવાસીઓ ને મળનાર છે 12 થી વધુ કલાક ની મુસાફરી ના સમય નો બચત થશે જે લોકો ને ઇમરજન્સી હોય તેવા સંજોગોમાં આ સેવા અગત્ય ની સાબિત થશે તેમ જાણકારો નું માનવું છે અને વિમાન માં બેસવાનો લ્હાવો પણ મળી રહેશે..

નવા વર્ષ ના પ્રારંભે સુરતીલાલાઓ ને વિમાની સેવા નો લાભ મળવા જઇ રહ્યો છે અને તા.1 જાન્યુ.2022 થી વિમાની સેવા ચાલુ થશે જેની ટીકીટ નો દર રૂ. 1999 નો રાખવામાં આવ્યો છે.
સુરતથી અમદાવાદ, સુરતથી ભાવનગર, સુરતથી રાજકોટ અને સુરતથી અમરેલી જવા માટે નવ સીટ નું આ વિમાન ફેરા મારશે.

એરલાઈન્સ કંપની વેન્ચુરા એરકનેકટ અને સરકાર વચ્ચે રાજ્યમાં વિવિધ શેહેરોને પરસ્પર હવાઈમાર્ગે જોડવા માટે કરાર કરવામાં આવ્યો છે. જેના પ્રારંભિક તબક્કામાં સુરત થી આ હવાઈસેવા શરૂ થઈ રહી છે જે દુનિયામાં સૌથી સુરક્ષિત કેટેગરીમાં સામેલ એવા સેસના ગ્રાન્ડ કેરેવાન દ્વારા પૂરી પાડવામાં આવશે.

વેન્ચુરા દ્વારા વિમાન 9 પેસેન્જર અને 2 પાઈલોટ સાથે ઉડાન ભરશે અને સેકટર પ્રમાણે સુરતથી ભાવનગર 30મિનિટમાં, સુરતથી અમરેલી 45મિનિટમાં, સુરતથી અમદાવાદ 60મિનિટમાં અને સુરતથી રાજકોટ 60મિનિટમાં સફર પૂર્ણ થશે. આ એરલાઈન્સનો તમામ વર્ગના લોકો લાભ લઈ શકે તે માટે પ્રારંભિક ધોરણે સંપૂર્ણ જાન્યુઆરી મહિના માટે તમામ સેકટર માટે એકસમાન રૂ. 1999 ટિકિટદર રાખવામાં આવ્યો છે. આમ,નવા વર્ષે ગુજરાતને નવી ઉડ્ડયન સેવાનો લાભ મળશે.

ઉડ્ડયન મંત્રી પૂર્ણેશભાઈના હસ્તે તા.1લી જાન્યુ.-2022એ સુરત એરપોર્ટથી આ હવાઈ સેવાઓનો પ્રારંભ કરાશે. આ પ્રસંગે કેન્દ્રીય રેલવે મંત્રી દર્શનાબેન જરદોશ, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી, ઉડ્ડયન રાજ્યમંત્રી અરવિંદભાઈ રૈયાણી, કૃષિ, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલ, શહેરી વિકાસ રાજ્યમંત્રી વિનોદભાઈ મોરડીયા, ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટિલની વિશેષ ઉપસ્થિતિ રહેશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.