ઓગસ્તા વેસ્ટલેન્ડ કૌભાંડ: રાજીવ સક્સેનાની 385.44 કરોડની સંપત્તી ઇડીએ જપ્ત કરી

ઓગસ્તા વેસ્ટલેન્ડ કૌભાંડ અને મોઝર બેર બેન્ક ફ્રોડ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) એ આરોપી રાજીવ સક્સેના સામે મની લોન્ડરિંગ એક્ટ 2002 (પીએમએલએ) હેઠળ 50.90 મિલિયન ડોલર (385.44 કરોડ રૂપિયા) જેટલી સંપત્તિ જપ્ત કરવાનો હુકમ કર્યો છે.

ઇડીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, “જપ્ત કરાયેલી સંપત્તિમાં પામ જુમિરાહ, દુબઈ સ્થિત વિલા જેની કિંમત બે કરોડ અમીરાત દિરહામ અને 4.555 કરોડ ડોલરની રકમ પાંચ સ્વિસ બેંક ખાતાઓ છે.”

આરોપી રાજીવ સક્સેનાને ઓગસ્તા વેસ્ટલેન્ડ ચોપર કૌભાંડથી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં મધ્યસ્થી બનવા માટે 31 જાન્યુઆરી 2019 ના રોજ ભારત પ્રત્યાર્પણ કરવામાં આવ્યો હતો, ત્યારબાદ ઇડીએ 31 જાન્યુઆરી 2019 ની સવારે રાજીવની ધરપકડ કરી હતી.

આ જપ્તી રૂ .3,600 કરોડ રૂપિયાના વીવીઆઈપી હેલિકોપ્ટર કેસ અને મોઝર બેર બેંકના છેતરપિંડી કેસમાં સંબંધિત બે મની લોન્ડરિંગ કેસો સાથે સંબંધિત છે.

જેમાં મુખ્ય આરોપી કંપનીના પ્રમોટર, ઉદ્યોગપતિ રતુલ પુરી અને તેના પિતા દિપક પુરી છે. મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથના ભાણા રતુલ પુરી પણ વીવીઆઈપી હેલિકોપ્ટર કેસમાં આરોપી છે.

પીએમએલએ હેઠળની તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી રાજીવ સક્સેના હવાલા ઓપરેટર છે, જે મેટ્રિક્સ ગ્રૂપની કંપનીઓ તરીકે ઓળખાતી ઘણી કંપનીઓ દ્વારા દુબઇમાં એકોમેટેશન એન્ટ્રી બિઝનેશ ચલાવે છે.

રાજીવ સક્સેનાએ ઓગસ્તા વેસ્ટલેન્ડ કેસમાં આરોપીઓ દ્વારા કરાયેલા ગુનાઓની કાર્યવાહીને રોકવા અથવા મોઝર બેર ઈન્ડિયા લિમિટેડ અને તેની સહાયક કંપનીઓને અપાયેલી લોનનું ખોટું અર્થઘટન કરીને બેંકોની સાથે છેતરપિંડી કરવાનો માર્ગ તૈયાર કર્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.