રાજકોટમાં ખોખલદળ ગામ નજીક કારના અકસ્માતમાં એકનું મોત, ચાર ઘાયલ

રાજકોટના ખોખલદળ ગામ નજીક રાત્રે એક કાર ડિવાઈડર સાથે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું હતું જયારે 4 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા.

ગઈકાલે ગુજરાત રાજ્યમાં આ અસકસ્માત સાથે બે બીજા પણ અકસ્માત થયા હતા. ત્રણ જુદા જુદા સ્થળોએ અકસ્માતની ઘટના બની હતી. આ ઘટનાઓમાં અંબાજી કૈલાશ ટેકરીના ઢળમાં બે કાર સામસામે અથડાઈ હતી જેમાં એક કાર બળીને ખાક થઇ ગઈ હતી.  અંબાજીમાં ઇકો અને ડસ્ટર કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં થોડીક ક્ષણોમાં જ રેડિગો કારમાં આગ લાગી ગઈ હતી અને કાર સળગીને ખાક થઇ ગઈ હતી.

જો કે આ અકસ્માતમાં ડ્રાઈવરે પોતાની સમય સૂચકતાથી બહાર નીકળીને પોતાનો જીવ બચાવી લીધો હતો. અકસ્માત બાદ ફાયર ફાયટર ટીમે ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવ્યો હતો. બીજા એક અકસ્માતમાં કચ્છના પડાણા વારસાણા રોડ પર અજાણ્યા વાહને રિક્ષાને ટક્કર મારી હતી જેને કારણે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બે લોકોના મોત થયા હતા જયારે અન્ય 5 લોકો ઘાયલ થયા હતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.