ઓનલાઈન વેચાણમાં પ્રોડક્ટ કયા દેશની બનાવટ છે એ દર્શાવવું પડશે

ચીની સામગ્રીનો બહિષ્કાર કરવો હોય, પરંતુ એ માટે પ્રોડક્ટ ચીનની છે એ ખબર તો પડવી જોઈએ ને! સરકારે હવે એ કામ સરળ કર્યું છે. ઓનલાઈન શોપિંગ કરનારો વર્ગ ભારતમાં વધતો જાય છે.

પરંતુ ઓનલાઈન વેચાણકર્તાઓ પ્રોડક્ટ સાથે સ્પષ્ટ રીતે દર્શાવતા નથી કે એ ચીજ ક્યા દેશની છે, કન્ટ્રી ઓફ ઓરિજન, કયાં બની છે..વગેરે. પરંતુ હવે એમેઝોન, ફ્લિપકાર્ટ, સ્નેપડીલ, ગ્રોફર્સ, બિગ બાસ્કેટ, પેપરફ્રાય અને અન્ય ઓનલાઈન વેચાણકર્તાઓએ  પ્રોડક્ટ ક્યા દેશની છે એ દર્શાવવું પડશે.

ઓનલાઈન શોપિંગમાં મહત્ત્વનો હિસ્સો વિવિધ પ્રકારના ફિલ્ટર ભજવતા હોય છે. ખરીદદાર ફિલ્ટર પસંદ કરીને પોતાની ગમતી ચીજ શોર્ટ લિસ્ટ કરી શકાશે. આગામી દિવોસમાં ફિલ્ટર્સમાં ‘મેક ઈન ઈન્ડિયા’ એવું લેબલ પણ  ઉમેરાશે.

‘ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઈન્ડસ્ટ્રી એન્ડ ઈન્ટરનલ ટ્રેડ (ડીપીઆઈઆઈટી)’ દ્વારા વિવિધ ઓનલાઈન વેચાણકર્તાઓ સાથે આ અંગે મીટિંગ રાખવામાં આવી હતી. એ પછી ઓનલાઈન વેચાણકર્તાઓ આ શરતનું પાલન કરવા તૈયાર થયા છે.

ચીન સાથેના ઘર્ષણ પછી લોકો એ જાણવા ઉત્સુક હોય છે કે તેઓ ખરીદી રહ્યા છે એ ચીજ-વસ્તુ ક્યાં બની છે. ચાઈનિઝ પ્રોડક્ટના બહિષ્કાર ઉપરાંત આત્મનિર્ભર બનવા માટે પણ અન્ય દેશને બદલે જ્યાં ભારતીય ચીજો ઉપલબૃધ હોય ત્યાં તેની જ ખરીદી થાય એ જરૂરી છે.

ઓનલાઈન  વેચાતી કેટલીક પ્રોડક્ટમાં એ ક્યાંની બનાવટ છે, તેની વિગત આપવામાં આવે છે. પરંતુ એ વિગત આસાનીથી જોઈ ન શકાય એવી જગ્યાએ લખેલી હોય છે. થોડા સમય પહેલા જ કેન્દ્રિય વેપાર મંત્રાલયે વિવિધ ઓનલાઈન વેચાણકરનારી કંપનીઓને આ અંગે નોટીસ પણ આપી હતી. જોકે નોટીસને હજુ જાજો સમય થયો ન હોવાથી કંપનીઓને હાલ ફરજ નથી પડાઈ. પરંતુ અત્યારે આ મુદ્દે સહમતી સધાઈ છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news