ઓક્સિજનની અછત હવે દૂર થશે,રવિવારે આવી પહોંચશે વિમાન

ભારતીય રેડક્રોસ સોસાયટીની મદદ લઈ તમામ મેડિકલ સંસાધનો હોસ્પિટલ લઈ જવામાં આવશે. આ પહેલા પણ બ્રિટને ભારતને 200 વેન્ટિલેટર અને 495 ઓક્સિજન કન્સેટ્રેટરની મદદ કરી હતી.

કોરોનાનો સામનો કરવા હેતુ બ્રિટનથી મેડિકલ રાહત સામગ્રી લઈ દુનિયાનું સૌથી મોટું કાર્ગો વિમાન ઉડાન  ભરી ચૂક્યું છે. આ વિમાનમાં 18 ટનનાં ત્રણ ઓક્સિજન જનરેટર અને એક હજાર વેન્ટિલેટર છે. બ્રિટિશ સરકારે જાણકારી આપતા સ્પષ્ટ રીતે જણાવ્યું કે આ સંકટની ઘડીમાં અમે ભારત સાથે છે

18 ટનનાં દરેક ઑકિસજન જનરેટરમાં એક મિનિટમાં 500 લિટર ઓક્સિજન ઉત્પન્ન કરવાની ક્ષમતા છે. તેનાથી ભારતમાં સર્જાયેલી ઓક્સિજનની અછતને મહદ અંશે ઓછી થશે.

આયર્લેન્ડનાં આરોગ્ય મંત્રી રોબિન સ્વાન પણ એરપોર્ટ પર હાજર રહ્યા હતા. આ દરમ્યાન તેમણે કહ્યું કે “અમારી નૈતિક ફરજમાં આવે છે કે કોરોનાની આ લડાઈમાં અમે ભારતનો સાથ આપીએ અને અમે પૂરતી મદદ કરીશું.” તમને જણાવી દઈએ કે ભારતની આ હાલત પર હાલ સમગ્ર દુનિયા ચિંતા વ્યક્ત કરી રહી છે. સાથે જ કેન્દ્રીય આરોગ્ય મંત્રી હર્ષવર્ધને અમેરિકાનાં આરોગ્ય તથા માનવસેવા મંત્રી સાથે વાત કરી. બંને નેતાઓએ કોરોના મહામારીને કારણ ભારત-અમેરિકામાં આવી પડેલ મુશ્કેલી પર ચર્ચા કરી.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news