પાકિસ્તાનનો ગાંડો વિશ્વાસ, “અમને આશા છે કે ટ્રમ્પ પોતાના ભારત પ્રવાસ દરમિયાન પણ કાશ્મીર મુદ્દો ઉઠાવશે જ.”

પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું હતું કે, અમે દિલ્હી વિધાનસભાનીએ ચૂંટણીને લઈ મીડિયા રિપોર્ટ્સ જોયા. આ પરિણામો દિલ્હીના લોકોની ચોઈસ છે. અમે આ મામલે કોઈ ટિપ્પણી કરવા નથી માંગતા. જોકે હું આ મામલે જરૂરથી ભારપૂર્વક કહેવા માંગીશ કે, આખા ચૂંટણી અભિયાનમાં ભાજપે વોટ માટે પાકિસ્તાન વિરોધી પોતાની જુની રણનીતિ અપનાવી હતી. પરંતુ ભાજપની રણનીતિ આ વખતે સફળ ના થઈ.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 24 ફેબ્રુઆરીએ ભારતના પ્રવાસે આવી રહ્યાં છે. ટ્રમ્પના ભારત પ્રવાસને લઈની પાકિસ્તાનના વિદેશ મંત્રીએ કહ્યું હતું કે, કાશ્મીર મામલે ટ્રમ્પે અનેકવાર મધ્યસ્થતાનો પ્રસ્તાવ કર્યો છે. આશા રાખીએ છીએ કે આ પ્રસ્તાવ વાસ્તવિકતામાં બદલાશે. અમને આશા છે કે ટ્રમ્પ પોતાના ભારત પ્રવાસ દરમિયાન પણ કાશ્મીર મુદ્દો ઉઠાવશે જ.

સાઉદી અરબમાં ગેરકાયદેસર રીતે કામ કરી રહેલા તમામ પાકિસ્તાનીઓના પ્રત્યાર્પણ પર આઈશાને પત્રકારે સવાલ કર્યો હતો કે, શું આમ થવા પાછળનું કારણ પાકિસ્તાનની મલેશિયા સાથે વધી રહેલી નજીકતાથી સાઉદીની નારાજગી છે? જોકે આ મુદ્દે કોઈ પણ જવાબ આપ્યો નહોતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.