પાકિસ્તાનમાં જુલાઇનાં અંત સુધીમાં થશે કોરોના વિષ્ફોટ, સંક્રમિતોની સખ્યા પહોંચશે 12 લાખને પાર

કોરોના વાયરસ પાકિસ્તાનમાં બેકાબું બન્યો છે, ઇમરાન ખાન સરકારની બેકાળજીની સજા આજે પાકિસ્તાનની જનતા ભોગવી રહી છે.

દેશ ભરમાં સેના તૈનાત કરવામાં આવી હોવા છતા પણ પરિસ્થિતિ ચિંતાજનક બની છે, જુલાઇનાં અંતમાં દેશમાં 12 લાખ કોરોના વાયરસનાં દર્દીઓ હોઇ શકે છે, તેવી નિષ્ણાતોએ ચેતવણી ઉચ્ચારી છે.

આગામી સમયમાં કોરોના બોમ્બ ફુટી શકે તેવી સ્થિતિ નિર્માણ થઇ છે, દેશની 21 કરોડની વસ્તીમાં એક લાખ અને 40 હજાર લોકો કોરોના સંક્રમિત છે, અને મૃત્યુંઆંક પણ 2700ને પાર થયો છે.

નિષ્ણાતોનાં જણાવ્યા પ્રમાણે જુનનાં અંતમાં કોરોના વાયરસનાં કેસોની સંખ્યા વધીને 3 લાખ થઇ શકે છે, એટલું  જ નહીં જુલાઇનાં અંતમાં તે સંખ્યા વધીને 12 લાખ થઇ શકે છે, પાકિસ્તાનમાં છેલ્લા બે સપ્તાહથી કોરોના વાયરસનાં મામલે સતત ખુબ ઝડપથી આગળ વધી રહ્યું છે.

ઇમરાન ખાને ઇદનાં સમયે પ્રતિબંધોમાં ઢીલ આપી તેનાં કારણે લોકોએ સોસિયલ  ડિસ્ટન્સિંગનું ધ્યાન રાખ્યું નહીં, અને કોરોના વાયરસ ખુબ તેજીથી ફેલાયો.

આરોગ્ય મંત્રાલયએ જણાવ્યું કે છેલ્લા 24 કલાકમાં 97 સંક્રમિત લોકોનાં જીવ ગયા છે, જેથી દેશમાં મૃત્યુઆંક 2729 થઇ ગયો, ત્યાં જ 53,721 લોકો સાજા થઇ ચુક્યા છે.

આયોજન પંચનાં પ્રધાન અસદ ઉમરે રવિવારે ચેતવણી આપી હતી કે જુલાઇનાં અંત સુધી સંક્રમિતોની સંખ્યા  12 લાખ સુધી પહોંચી શકે છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news