પાકિસ્તાની યુવતીનો સનસનાટી ભરેલો દાવો, ‘ડોનાલ્ડ ટ્રમ્પ મારા ડેડી છે

એક પાકિસ્તાની યુવતીએ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના પિતા હોવાનો દાવો કરીને સનસનાટી મચાવી દીધી હતી. આ વર્ષે અમેરિકી પ્રમુખપદની ચૂંટણી માથા પર છે અને પ્રમુખ ટ્રમ્પ હાલ એક કરતાં વધુ મુશ્કેલી અનુભવી રહ્યા હતા ત્યારે આ પાકિસ્તાની યુવતીનો દાવો તેમને માટે વધુ મુશ્કેલી ઊભી કરે તો નવાઇ નહીં.

સોશ્યલ મિડિયા પર એ વિડિયો ક્લીપ વાઇરલ થઇ રહી હતી જેમાં આ યુવતી વિવિધ ન્યૂઝ ચેનલ્સ સમક્ષ એવો દાવો કરી રહી હતી કે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ મારા પિતા છે. ‘હું મુસલમાન છું અને શાંતિચાહક છું. અહીં આવનારા અંગ્રેજો સતત મને જોઇને વિસ્મય અનુભવે છે કે હું અહીં શું કરું છું. હું ઇસ્લામ પરસ્ત છું. ડોનાલ્ડ ટ્રમ્પ સતત મારી માતા સાથે લડતા હતા કે તું મારી પુત્રીની બરાબર કાળજી લેતી નથી. તું બેદરકાર છે. મારા માતાપિતા વચ્ચે અણબનાવ થયો ત્યારે હું ખૂબ દુઃખી થઇ હતી. હવે મારે મારા પિતાને મળવું છે.’

જો કે સોશ્યલ મિડિયા પર બધા આ યુવતીની મજાક ઊડાવી રહ્યા હતા કે આવું ફક્ત પાકિસ્તાનમાં જ બને છે. જો કે ડોનાલ્ડ ટ્રમ્પના કેટલાંક જાતીય લફરાં અગાઉ ગાજ્યાં હતાં. આ યુવતી સાચું બોલતી હોય તો ટ્રમ્પને ચૂંટણી જીતવામાં જરૂર તકલીફ પડશે. ટ્રમ્પ સત્તાવાર રીતે ત્રણ લગ્ન કરી ચૂક્યા હતા. એમાંથી બે પત્ની સાથે તેમના છૂટાછેડા થયા હતા. નવેંબરમાં અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણી થવાની છે. ટ્ર્મ્પ હાલ એમાં વ્યસ્ત છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news