ગુજરાતના વડોદરાનું ગામ આખા દેશ માટે ઉદાહરણ,પાંચ હજારના ગામમાં પાંચ કોરોના કેસ

કોરોનામુક્ત ગામ અભિયાન શરૂ કર્યુ છે ત્યારે વડોદરાનું અંકોડિયા ગામ મારું ગામ કોરોનામુક્ત ગામ અભિયાન તરફ આગળ વધી રહ્યું હોવાનું સામે આવ્યું છે. 5 હજારની વસ્તીના આ ગામમાં માત્ર 5 જ વ્યક્તિઓ કોરોના પોઝિટિવ છે. ગામમાં કોરોનાનું સંક્રમણ રોકવા માટે કડક નિયમો બનાવવામાં આવ્યા છે .

માસ્ક વગર ફરનારને 200 રૂપિયાના દંડની જોગવાઈ કરાઈ છે. આ ઉપરાંત ગામમાં 10 બેડનું કોવિડ કેર સેન્ટર શરૂ કરાયું છે જેમાં કોરોના સંક્રમિતોને 2 ટાઈમ ભોજન અને નાસ્તો મળી રહે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે

પંચાયતથી સરપંચ દિવસ માં 3 સમયે લાઉડસ્પીકરમાં જાહેરાત કરીને કરી લોકો ને કોવિડ નીતિ નિયમ નું પાલન કરવા જણાવવી રહ્યા છે, ગામની શાળા માં કોવિડ કેર સેન્ટર ઉભું કરાયું છે, જ્યાં આઇસોલેસન ના 10 બેડ ઉભા કરાયા છે. 5 મહિલાઓ માટે 5 પુરુષો માટે, જ્યા કોરોના સંક્રમિત 1 વ્યક્તિ ને આઇસોલેસન માટે રખાયો છે,

ગામના ઘનશ્યામભાઈ પટેલએ એમ્બ્યુલન્સ દાનમાં આપી છે, ગામ માં ફક્ત 5 લોકો કોરોના પોઝિટિવ છે જેમાં 1 ગામના કોવિડ કેર આઇસોલેસન વોર્ડમાં જ્યારે 4 હોમ આઇસોલેસનમાં છે

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.