પ્રણવ મુખર્જી એ તેમના પુસ્તકમાં પૂર્વ પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નહેરુ અંગે ચોંકાવનાર ખુલાસો કર્યો છે. પ્રણવ મુખર્જીએ દાવો કર્યો હતો કે, નેહરુએ નેપાળને ભારતમાં સામેલ કરવાના પ્રસ્તાવને નકારી દીધો હતો.
પ્રણવ મુખર્જી એ પોતાની આત્મકથા ‘ધ પ્રેસિડેંશિયલ યર્સ’ માં કેટલીક બાબતોને લઈ ખુલાસા કર્યા હતા. ભૂતપૂર્વ PM જવાહરલાલ નહેરુને લઈ તેમણે જણાવ્યું હતું કે, નેપાળને ભારતમાં વિલય કરવાના રાજા ત્રિભુવન બીર બિક્રમ શાહના પ્રસ્તાવને નકારી દેવામાં આવ્યા હતા.
એમનું માનવું હતું કે, PM મોદીએ વિરોધીઓના અવાજને પણ સાંભળવો જોઈએ તથા સંસદમાં બોલવું જોઈએ, તેનો ઉપયોગ વિપક્ષોને સમજાવવા માટે તેમજ દેશને જાગૃત કરવા માટે એક મંચ તરીકે કરવામાં આવશે. મુખર્જીનાં જણાવ્યા પ્રમાણે સંસદમાં વડાપ્રધાનની હાજરીથી આ સંસ્થાના કામકાજમાં મોટો તફાવત આવે છે.
કોંગ્રેસ વિશે જણાવ્યું હતું કે, મને એવું લાગી રહ્યું છે કે, કોંગ્રેસ તેના પ્રભાવશાળી નેતૃત્વનો અંત થઈ રહ્યો છે તે ઓળખી શકવામાં નિષ્ફળ નીવડી હતી. પંડિત નહેરુ જેવા પ્રખ્યાત નેતાઓએ સુનિશ્ચિત કર્યું હતું કે, ભારતનું અસ્તિત્વ મજબૂત બને.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.
https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news
Related Posts