પરિણીતાએ તેની સાસુ અને પતિ સામે, નોંધાવી ફરિયાદ

શહેરમાં રહેતી પરિણીતાએએ તેની સાસુ અને પતિ સામે ફરિયાદ નોંધાવી છે. આ યુવતીએ આક્ષેપ કર્યો છે કે તેનો પતિ ઘરખર્ચના પૈસા આપતો ન હતો અને તેણીને તેના ભાઈ પાસેથી પૈસા લઈ આવવા  દબાણ કરતો હતો. મહિલા તેના પતિ સાથે તેના સાસુના ઘરની નજીક જ રહેતી હતી.મહિલા કંઈ કહે તો તેણીને માર મારતો હતો.

આ યુવતીના તથા તેના પતિના આ બીજા લગ્ન હતા. લગ્ન બાદ આ યુવતીએ બે દીકરી તથા એક દીકરાને જન્મ આપ્યો હતો. આ યુવતીનો પતિ ખેતીકામ તેમજ દરજી કામ કરતો હોવાથી તેને ઘરખર્ચના પૈસા આપતો ન હતો. જ્યારે જ્યારે યુવતી ઘરખર્ચના પૈસા માંગતી ત્યારે તેની સાસુ અને તેનો પતિ કહેતા હતા કે, તારો ભાઈ સારું કમાય છે. તેની પાસેથી રૂપિયા મંગાવી લે. યુવતીનો ભાઈ તેની બહેનનો સંસાર સારી રીતે ચાલે તે માટે આર્થિક મદદ કરતો રહેતો હતો.

યુવતીને તેના પતિથી સંતાનમાં બીજી દીકરી થઈ ત્યારે તેની સાસુએ જણાવ્યું હતું કે “અમારે તો છોકરો જોઈતો હતો અને તે છોકરીને કેમ જન્મ આપ્યો છે?” આ પ્રકારની અલગ અલગ વાતો કરીને તેની સાસુ અને પતિ તેણીને ત્રાસ આપવા લાગ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news