ચૂંટણી હાર્યા બાદ પશ્ચિમ બંગાળમાં ભાજપને મોટો ઝટકો,સાંજે પાર્ટી મુખ્યાલયમાં મળવા જઈ શકે છે આ બે નેતાઓ

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી હાર્યા બાદ ભાજપને મોટો ઝટકો લાગવાનો છે. બીજેપીના મોટા નેતા મુકુલ રોય અને સુભ્રાંશું TMCમાં વાપસી કરી શકે છે.

વિધાનસભા ચૂંટણીમાં મમતા બેનર્જીને મળેલી મોટી જીત બાદ તેમની પાર્ટીના ઘણા સહયોગી જે પાર્ટી છોડીને ગયા હતા તે પાર્ટીમાં પરત ફરવા માંગે છે. તેમાં મુકુલ રોયનું પણ નામ સામેલ છે. મુકુલ રોય, બીજેપીમાં શુભેન્દુ અધિકારીના વધતા કદથી પરેશાન હોય તેવી ચર્ચા ચાલી રહી છે.

ચૂંટણીના પરિણામો આવ્યા બાદ મુકુલ રોય ફરી TMCમાં વાપસી કરવા માગે છે. TMC નેતા સૌગત રોયનું કહેવું છે કે આવા ઘણા લોકો છે જે અભિષેક બેનર્જીના સંપર્કમાં છે અને પરત ફરવા માંગે છે. મને લાગે છે કે પાર્ટી છોડીને ગયેલા લોકો પરત ફરવા માંગતા હોય તેને બે કેટેગરીમાં વહેચવામાં આવી શકે છે.

થોડા દિવસો પહેલા કોલકતામાં યોજાયેલી બીજેપીની મિટિંગમાં મુકુલ રોય ન હતા પહોંચ્યા. તે ઉપરાંત મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જી મુકુલ રોયની પત્નીને જોવા માટે પાર્ટી હોસ્પિટલ પહોંચ્યા હતા.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news