પશ્ચિમ બંગાળના ખેડૂતો, ઉનાળુ તલના વાવેતર અને ઉત્પાદકતામાં,નિકળી ગયા છે ગુજરાતથી આગળ

પશ્ચિમ બંગાળમાં રાજકીય લડાઈ ચાલી રહી છે. પશ્ચિમ બંગાળના ખેડૂતો ઉનાળુ તલના વાવેતર અને ઉત્પાદકતામાં ગુજરાતથી આગળ નિકળી ગયા છે

ખેડૂતોનો વાવેતરનો અવિરત પ્રવાહ જોતા એવું અનુમાન છે કે, સારા ચોમાસા અને ગયા વર્ષે સારા ભાવ રહેતાં આ વખતે તલમાં ઉત્પાદન પણ વિક્રમી રહેશે. 8 માર્ચ 2021 સુધીમાં 19302 હેક્ટરમાં વાવેતર થઈ ગયું છે. ગયા વર્ષે માંત્ર 14 હજાર હેક્ટરમાં વાવેતર આ સમયે થયા હતા.

ગુજરાતમાં ચાલુ ઉનાળે જો 50 હજાર હેક્ટર વાવેતર થાય તો હેક્ટરે 900 કિલોનું ઉત્પાદન મળે તો 4.50 લાખ ક્વિન્ટલ તલ પેદા થઈ જશે.  તો ઉત્પાદનનો નવો વિક્રમ હશે.2018-19માં ઉનાળું તલમાં સુરેન્દ્રનગરમાં સૌથી વધું 5440 હેક્ટરમાં વાવેતર થયા હતા.

. સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો 21 હજાર હેક્ટર વાવેતર સાથે 9300 હજાર ટન તલ પેદા 3 ઋતુમાં કરીને આખા રાજ્યમાં આગળ રહેતાં આવ્યા છે. બીજા નંબર પર કચ્છ છે.

સરેરાશ હેક્ટરે ઉત્પાદન 920 કિલોની ધારણા હતી. પશ્ચિમ બંગાળમાં 950 કિલોથી વધું તલ એક હેક્ટરે પાકે છે. જે ભારતમાં સૌથી વધું છે.

પશ્ચિમ બંગાળમાં 2.25 લાખ હેક્ટરમાં ઉનાળામાં ખેડૂતો વાવેતર કરે છે. 1.75 લાખ ટનથી 2 લાખ ટન પેદા કરે છે. ગુજરાતમાં 2020માં 60 હજાર ટન તલ પેદા થયા હતા.

2014માં 3 ઋતુમાં તલનું 1.25 લાખ હેક્ટર વિક્રમી વાવેતર થયું હતું. જે 2013 કરતાં 250 ટકા વધું હતું. સામાન્ય રીતે ત્યારે 50 હજાર હેક્ટર વાવેતર થતું હતું. 2015-16માં 10 હજાર હેક્ટર ખેતરમાં 5 હજાર ટન પેદા થયા હતાય ત્યારે હેક્ટરે 488 કિલો તલ પેદા થયા હતા

ભારતે વર્ષ 2018-19માં 3,762 કરોડના 3.12 લાખ ટન તલની નિકાસ કરી હતી. 2019-20 (એપ્રિલ-જાન્યુઆરી ડેટા) માટે, તલ બીજની નિકાસ 3,067 કરોડની 2.32 લાખ ટન રહી હતી.

પશ્ચિમ બંગાળમાં 2.25 લાખ હેક્ટરમાં ઉનાળામાં ખેડૂતો વાવેતર કરે છે. 1.75 લાખ ટનથી 2 લાખ ટન પેદા કરે છે. ગુજરાતમાં 2020માં 60 હજાર ટન તલ પેદા થયા હતા. તે પહેલાના વર્ષોમાં 17 હજાર હેક્ટકરમાં 14 હજાર ટન તલ પેદા થતા હતા. સરેરાશ 780 કિલોનું ઉત્પાદન હેક્ટરે મળતું હતું.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.