પતંજલિ ઇચ્છે તો કોરોનિલનું વેચાણ કરી શકે છે પણ કોરોનાની દવા હોવાના દાવા સાથે નહીં : આયુષ મંત્રાલય

બે ગજ દુર રહેવું કોરોનાની દવા હોય તો કોરોનિલ વધુ સારી : રામદેવ

– કોરોના માટે દવા બહાર પાડી દેવાના વિવાદ મુદ્દે સ્પષ્ટતા

યોગ ગુરુ બાબા રામદેવના પતંજલીએ કોરોનાની દવા હોવાનું લેબલ લગાવી દવા બહાર પાડી દીધી હતી. જેને પગલે ભારે વિવાદ થયો હતો. આ મામલે કેન્દ્રના આયુષ મંત્રાલય દ્વારા જારી એક નિવેદનમાં કહેવામાં આવ્યુું હતું કે પતંજલી ઇચ્છે તો કોરોનીલ દવાને વેચી શકે છે પણ તે કોરોનાની સારવાર માટેની દવા હોવાનું કહીને નહીં વેચી શકે. બીજી તરફ બાબા રામદેવે કહ્યું હતું કે જો બે ગજ દુર રહેવું કોરોનાની દવા હોય તો કોરોનિલ તો વધુ તાકતવર છે.

પતંજલિની દવા કોરોનિલના વિવાદને ટાંકીને રામદેવે આ નિવેદન કર્યું હતું. વડા પ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ભાષણમાં કહેતા હોય છે કે બે ગજ દુર રહેવાથી કોરોનાને હરાવી શકાય છે. રામદેવે કહ્યું હતું કે જો બે ગજ દુર રહેવું તે કોરોનાની દવા હોઇ શકે તો પતંજલિની કોરોનિલ તો વધુ તાકતવર છે. બાબા રામદેવે સમગ્ર મામલે વિવાદ બાદ પહેલી વખત આ રીતે જવાબ આપ્યો હતો. આ પહેલા પતંજલિએ કોરોનિલ નામની દવા બહાર પાડી હતી જે કોરોનાની સારવાર માટે હોવાનો દાવો કર્યો હતો. જોકે તેને લઇને ભારે વિવાદ

થયો હતો કેમ કે સરકારની માન્યતા વગર કોરોનાની સારવારની દવા હોવાના દાવા સાથે તેનું વેચાણ ન કરી શકાય.

સમગ્ર મામલે વિવાદ થતા સરકારે પતંજલિ પાસેથી સ્પષ્ટતા પણ માગી હતી. જ્યારે હવે કેન્દ્રીય આયુષ મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે પતંજલિ ઇચ્છે તો પોતાની આ કોરોનિલનું વેચાણ કરી શકે છે પણ તે કોરોનાની સારવાર માટેની દવા છે તેવો દાવો નહીં કરી શકે. અગાઉ સરકારે પણ કહ્યું હતું કે કોરોનિલ કોરોનાની સારવાર માટેની દવા નથી અને તેને કોરોનાની દવા માટે વેચવા લાઇસન્સ લેવું જરુરી છે જે નથી લેવામાં આવ્યું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news