પાલિકાના સદસ્યો અને ભાજપના હોદ્દેદારોની હાજરીમાં,ઉજવાયેલા જન્મદિનના ફોટો,વિડીયો અને મેસેજ,સોશિયલ મીડિયામાં વાયરલ થતા,થવા પામી હતી ભારે ટીકા

શહેર ભાજપ પ્રમુખ ચંદુભાઈ દુધાત્રા અને મંત્રી બીપીન નિમાવત  પોતાના જન્મદિવસ નિમિત્તે ગુરૂવારે જેલ ચોક ખાતે ના જનસેવા કેન્દ્રમાં પાર્ટી રાખી હતી. જેમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાવી કેક કાપી હતી. જેના ફોટોસ સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં પોલીસના ધ્યાને આવતા તપાસના આદેશ અપાયા હતા અને બંને આગેવાનો વિરૂદ્ધ જાહેરનામાના ભંગનો ગુનો નોંધાયો હતો.

ગોંડલમાં કોરોના કાળમાં લોકોના દુઃખ ભૂલી સરકારી પ્રોપર્ટીને પાર્ટી પ્લોટ માં તબદીલ કરી ભાજપી આગેવાનો શહેર પ્રમુખ, મંત્રી અને કાર્યકર્તાઓ દ્વારા જનસેવા કેન્દ્રમાં બર્થ-ડે પાર્ટીની ઉજવણી કરી હતી.

આઅંગે શહેર ભાજપ પ્રમુખ ચંદુભાઈએ જણાવ્યું હતું કે પાંચ સાત મિત્રો કેક સાથે જન્મદિવસે શુભેચ્છાઓ પાઠવવા આવ્યા હતા. માત્ર ફોટો પાડવા માટે મોઢેથી માસ્ક દૂર કર્યા હતા.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news