વંદે ભારત એક્સપ્રેસમાં ગંદકીની તસવીરો થઈ સોશિયલમીડિયામાં વાયરલ, રેલમંત્રી અશ્વિની વૈષ્ણવે કરી આ અપીલ..

વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં પેસેન્જર દ્વારા કચરો નાખવાના મુદ્દાને ધ્યાનમાં લઈ રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ એક્શન મોડમાં આવી ગયા હતા અને સંબંધિત અધિકારીઓને ફ્લાઈટ જેવી સફાઈ હાથ ધરવા આદેશ પણ આપી દિધો હતો અને તેમણે આદેશ આપતા જણાવ્યું હતુ કે જે પ્રકારે ફ્લાઈટમાં ક્લિનનેસ એટલે કે ચોખ્ખાઈ જોવા મળે છે તે જ પ્રકારની સફાઈ વંદે ભારત એક્સપ્રેસમાં કરવામાં આવવી જોઈએ.ફ્લાઈટમાં ઠીક તેવી જ રીતે એક વ્યક્તિ કોચમાં બેઠેલા લોકોની સીટ પાસે કચરો એકત્ર કરવાની બેગ લઈને જશે અને મુસાફરોને કચરો કચરાની બેગમાં નાખવાનું જણાવશે.

સોશિયલ મીડિયમાં વાયરલ થયેલી તસવીરને લઈને રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે ટ્વીટ કરીને કહ્યું કે વંદે ભારતp ટ્રેનમાં સફાઈમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને વંદે ભારત ટ્રેનોમાં સફાઈ વ્યવસ્થાને જાળવવા માટે લોકોનો સહયોગ માંગવામાં આવ્યો છે.

મહત્વનું છે કે વંદે ભારત ટ્રેનની તસવીરો ટ્વીટ કરવામાં આવી હતી, જેમાં ટ્રેન તેના સ્ટેશન પર પહોચ્યા પછી વપરાયેલ ફૂડ પેકેટ અને અન્ય કચરો ફેલાતો જોવા મળ્યો હતો. ત્યારે કેટલાક ઈન્ટરનેટ યુઝર્સે રેલવે મંત્રીને આ મામલે તાત્કાલિક પગલાં લેવા વિનંતી પણ કરી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.