પાઇલટ જૂથની સક્રિયતાથી ગેહલોત સાવધ થયા, ત્રણ ધારાસભ્યોને જેસલમેરથી અન્યત્ર ખસેડ્યા

– અગાઉ 19 દિવસ જયપુરની હૉટલમાં સમર્થકોને રાખ્યા હતા

 

-ત્રણ ધારાસભ્યોને જેસલમેરથી અન્યત્ર ખસેડ્યા

-અગાઉ 19 દિવસ જયપુરની હૉટલમાં સમર્થકોને રાખ્યા હતા

પોતાના સમર્થક કેટલાક ધારાસભ્યોનો સચિન પાઇલટ જૂથ દ્વારા સંપર્ક સાધવામાં આવ્યો હોવાની માહિતી મળતાં રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગેહલોતે ત્રણ ધારાસભ્યોને ચાર દિવસ પહેલાં ત્વરિત પગલાં લઇને આ ત્રણેને જેસલમેરની સૂર્યગઢ હોટલમાં શીફ્ટ કર્યા હતા.

રાજસ્થાન પોલીસની ક્રાઇમ બ્રાન્ચ સતત ગેહલોતને પરિસ્થિતિથી વાકેફ કરતી રહી છે. પોતાના સમર્થકોને ગેહલોતે છેલ્લા 19-20 દિવસથી જયપુરની ફેરમાઉન્ટ હૉટલમાં રાખ્યા હતા. તેમાંના ત્રણ ધારાસભ્યોનો સંપર્ક તેમના કુટુંબીજનો દ્વારા પાઇલટ જૂથ દ્વારા કરવામાં આવ્યો હોવાની માહિતી સીઆઇડીએ ગેહલોતને આપતાં ગેહલોત સાવધ થઇ ગયા હતા અને આ ત્રણ ધારાસભ્યોને જેસલમેરની સૂર્યગઢ હ઼ૉટલમાં ખસેડ્યા હતા.એટલેથી નહીં અટકતાં ગેહલોતે તમામ ધારાસભ્યોને એવી સૂચના આપી હતી કે કોઇએ એકબીજા સાથે ખાનગીમાં કશી ચર્ચા કરવી નહી્ં.

સૂર્યગઢ હૉટલની આસપાસ રાજસ્થાન પોલીસના 700 જવાનો અને ગુપ્તચરો સતત ઘેરો ઘાલી બેઠા હોવાની માહિતી પણ મિડિયાને મળી હતી. બંને જૂથો એકમેકને મ્હાત કરવા માટે દાવપેચ રમી રહ્યા હતા. ગેહલોત કોઇ પણ ભોગે પોતાની સત્તા ગુમાવવા તૈયાર નથી એટલે એ પણ ભાજપની જેમ પાણીની જેમ પૈસા ખર્ચી રહ્યા હતા. ભાજપ કોઇ પણ ભોગે પોતાના સમર્થકોને આંચકી ન લે અને સચિન પાઇલટ જૂથ કોઇ પણ રીતે પોતાની સરકારને ગબડાવવામાં સફળ ન થાય એ માટે ગેહલોત આકાશ પાતાળ એક કરી રહ્યા હતા.

એક અહેવાલ મુજબ આ જંગ ખરેખર તો સોનિયાને વફાદાર વડીલ જૂથ અને રાહુલ ગાંધીને વફાદાર યુવા નેતાઓ વચ્ચેનો જંગ છે.  સમગ્ર દેશની નજર આ બંને જૂથમાં કોણ વિજયી નીવડે છે એના પર ટકેલી છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news