પીએમ મોદીએ નવા “ડિફેન્સ કોમ્પલેક્સ “નું કયુઁ ઉદ્ધાટન… કમઁચારીઓ થતાં શિફ્ટ…

સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ માટે ચાલી રહેલા બાંધકામ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​દિલ્હીમાં કસ્તુરબા ગાંધી માર્ગ અને આફ્રિકા એવન્યુ ખાતે સંરક્ષણ કાર્યાલય સંકુલનું ઉદ્ઘાટન કર્યું. આ દરમિયાન સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહની સાથે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત અને આર્મી સ્ટાફના વડા જનરલ એમએમ નરવણે પણ હાજર હતા. નવા ‘ડિફેન્સ કોમ્પ્લેક્સ’માં સંરક્ષણ મંત્રાલયના લગભગ 7 હજાર કર્મચારીઓની શિફ્ટ કરવામાં આવ્યા છે.

સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, લ્યુટિયન્સ ઝોનમાં આફ્રિકા એવન્યુ ખાતે આ નવી સંરક્ષણ સંકુલ ઇમારત પૂર્ણ થઈ ગઈ છે. આ સિવાય સંરક્ષણ મંત્રાલયનું નવું મકાન પણ ઇન્ડિયા ગેટ પાસે કેજી માર્ગ પર પૂર્ણ થયું છે. આ બંને ઇમારતોમાં નેવીનું INS ઇન્ડિયા નેવલ સ્ટેશન, આર્મ્ડ ફોર્સિસ મેડિકલ સર્વિસ અને CSD કેન્ટીન પણ સાઉથ બ્લોકની નજીક ખસેડવામાં આવશે. ઓફિસ અહિંથી હટવા પર લગભગ 7.5 લાખ ચોરસ મીટર જગ્યા સેન્ટ્રલ વિસ્ટા માટે ખુલ્લી થશે.

આફ્રિકા એવન્યુ અને કેજી માર્ગ પર તૈયાર થયેલી બંને ઇમારતો પર કુલ 775 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. આફ્રિકા એવન્યુની ઇમારત કુલ 5 લાખ ચોરસ મીટરના વિસ્તારમાં બનાવવામાં આવી છે અને તેમાં પાંચ બ્લોક્સ છે. જ્યારે કેજી માર્ગ મકાન 4.52 લાખ ચોરસ મીટરમાં ફેલાયેલું છે અને તેના ત્રણ બ્લોક છે. કર્મચારીઓ માટે કેન્ટીન, બેંક અને એટીએમ સુવિધાઓ છે. બિલ્ડિંગના નિર્માણમાં વૃક્ષો કાપવામાં આવ્યા નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news