પૂર્વ વડાપ્રધાન અને ભારતરત્ન અટલ બિહારી વાજપેયીની આજે પુણ્યતિથી PM મોદીએ આપી શ્રધ્ધાંજલી.

આજે પૂર્વ વડાપ્રધાન અને ભારત રત્ન અટલ બિહારી વાજપેયીની ચોથી પુણ્યતિથિ છે અને આ પ્રસંગે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, પૂર્વ રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે તેમની સમાધિ સ્થાન ‘સદૈવ અટલ’ પર પહોંચીને શ્રદ્ધાંજલિ આપી હતી તેમજ આ તમામ નેતાઓ ઉપરાંત કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ પણ શ્રદ્ધાંજલિ આપી હતી અને હાલમાં મોટા નેતાઓના આવવાની પ્રક્રિયા ચાલુ છે. તમને જણાવી દઈએ કે 16 ઓગસ્ટ 2018ના રોજ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનું 93 વર્ષની વયે અવસાન થયું હતું.

ભારતીય જનતા પાર્ટીએ ટ્વિટ કરીને લખ્યું છે કે અમારી પાર્ટીના પિતા, કરોડો કાર્યકરોના માર્ગદર્શક અને અમારા પ્રેરણા સ્ત્રોત, પૂર્વ વડાપ્રધાન, ભારત રત્ન અને આદરણીય અટલ બિહારી વાજપેયીજીને તેમની પુણ્યતિથિ પર હાર્દિક શ્રદ્ધાંજલિ.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.