સુરતમાં ગ્લોબલ પાટીદાર સમિટમાં PM મોદીએ કર્યું સંબોધન જાણો શુ કહ્યું??

    વડાપ્રધાન નરેનદ્ર મોદીએ આજે ગુજરાતના સુરત ખાતે વિશ્વ પાટીદાર સમાજની સંસ્થા “સરદારધામ” દ્વારા આયોજિત ત્રણ દિવસીય ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ (GPBS)નું વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ઉદ્ઘાટન કર્યું હતું. અને આ પ્રસંગે PM મોદીએ જણાવ્યું હતું કે, ઘણા પરિચિત ચહેરાઓને જોઈને મને ખુબ આનંદ થયો.PM મોદીએ જણાવ્યું હતું કે, ભલે તમે કરોડોમાં રમતા હોય પણ આપણું મૂળ તો ખેતર છે.

    સુરત ખાતે વિશ્વ પાટીદાર સમાજની સંસ્થા “સરદારધામ” દ્વારા આયોજિત ત્રણ દિવસીય ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટના ઉદ્ધાટન પ્રસંગે CM ભૂપેન્દ્ર પટેલે સમિટને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, સરદાર ધામ દ્વારા 5 લક્ષ્ય નક્કી કર્યા છે.અને પાટીદાર સમજે વિશ્વભરમાં પોતાનું પાણી બતાવ્યું છે. અને પાટીદાર સમજે છે સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ કાર્ય કરે છે.

    સરદાર ધામ આયોજિત સુરત ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટમાં રાજકીય આગેવાનો સહિત ઉદ્યોગપતિઓ અને દેશ વિદેશના અનેક પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેશે. જેમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, પુરુસોત્તમ રૂપાલા, ગુજરાત ભાજપના અધ્યક્ષ સી.આર.પટેલ અને અનુપ્રિયા પટેલ ઉપસ્થિત રહેશે. તેમજ ઉદ્યોગ જગતના અગ્રણીઓ, બિઝનેસમેનો અને દેશ-વિદેશમાંથી અનેક પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યાં હતાં છે. આ સમિટમાં ખુદ CM પણ હાજર રહેવાના હતાં. પરંતુ ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાના ગુજરાત પ્રવાસના કારણે CM ભૂપેન્દ્ર પટેલનો આજનો સુરત પ્રવાસ રદ્દ કરાયો છે. તેઓ પણ ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટમાં હાજરી આપવાના હતાં. આથી વડાપ્રધાનની સાથે મુખ્યમંત્રી પણ વર્ચ્યુઅલી જોડાશે.

    લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

    તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.