પ્રવાસીઓએ કચ્છના રણ તરફથી મોઢું ફેરવી લીધું, કારણ છે ચોંકાવનારું

બારેમાસ પ્રવાસીઓથી ધમધમતા રહેતા કચ્છ (kutch) માંથી મોટા સમાચાર સામે આ્વયા છે. કચ્છમાં આવતા પ્રવાસીઓની સંખ્યા ઘટી ગઈ છે. રણમાં જતા પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો થયો છે. ગત વર્ષ કરતા આ વર્ષે 1.33 લાખ પ્રવાસીઓ ઘટ્યા છે. આ વર્ષે 2.18 લાખ લોકોએ કચ્છનું રણ (kutch rann) નિહાળ્યું હતું. ગત વર્ષે 3.40 લાખ લોકો રણમાં ગયા હતા. તો આ ઘટાડા પાછળ મંદીનો માહોલ જવાબદાર છે તેવુ કહેવાય છે. તો સાથે જ ગુજરાતમાં અન્ય એક ટુરિસ્ટ પ્લેસ મળી ગયું હોવાનું કારણ પણ ચર્ચાઈ રહ્યું છે.

કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા… અમિતાભ બચ્ચનના આ સ્લોગન બાદ કચ્છ તરફ આવતા પ્રવાસીઓમાં ધરખમ વધારો થયો હતો. કચ્છનું સફેદ રણ પ્રવાસીઓને આકર્ષવમાં સફળ રહ્યું હતું, પરંતુ આ વર્ષે કચ્છના સફેદ રણની ચમક પણ ફિક્કી પડી હોય તેવું ચિત્ર સામે આવી રહ્યું છે. કારણ કે, ગત વર્ષની સરખામણીએ આ વર્ષે પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો થયો છે. તેના પાછળ કારણો અનેક હોઈ શકે, પરંતુ આ વર્ષે કચ્છ રણોત્સવ તરફથી પ્રવાસીઓએ મોઢું ફેરવી લીધું હોય તેવું સ્પષ્ટ જણાઈ આવે છે. અત્યાર સુધી રણોત્સવ 1 નવેમ્બરથી શરૂ થતો હોય છે અને ર૦ ફેબ્રુઆરીની આસપાસ સંપન્ન થતો હતો. પરંતુ આ વખતે તો સમયગાળો વધારીને ૧ર માર્ચ સુધી કરવામાં આવ્યો હતો, પરંતુ તેમ છતાં રણોત્સવ આ વર્ષે પ્રવાસીઓને આકર્ષવામાં સફળ રહ્યો ન હોય તેવું જાણવા મળી રહ્યું છે.

આ વર્ષે રણોત્સવની મુલાકાત લેનાર પ્રવાસીઓની સંખ્યા ર લાખ ૧૮ હજાર ૭૮૩ છે. જ્યાર ગત વર્ષે ૩ લાખ પર હજાર ૩૪૦ પ્રવાસીઓએ સફેદ રણની મુલાકાત લીધી હતી. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ૧ લાખ ૩૩ હજાર  પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. આ વર્ષે રણોત્સવ થકી સરકારને ૧ કરોડ ૭૯ લાખ રર હજાર ૯૭પ રૂપિયાની આવક થઈ છે, જે ગત વર્ષની સરખામણીએ ઘણી ઓછી છે તેવું ભૂજના આસિસ્ટન્ટ કલેક્ટર મનીષ ગુરબાનીએ જણાવ્યું હતું

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news