પંજાબ બાદ હવે રાજસ્થાનમાં ધમાસાણ,અશોક ગહેલોત અને સચિન પાયલટ ફરી એક વખત સામ સામે

રાજસ્થાનમાં ફરી કોંગ્રેસમાં ફૂડ જોવા મળી રહી છે. સત્તામાં ભાગીદારને લઈને અશોક ગહેલોત અને સચિન પાયલટ ફરી એક વખત સામ સામે આવી ગયા છે. સચિન પાયલટના સમર્થનના ધારાસભ્યોએ હવે કોંગ્રેસ નેતૃત્વને 10 મહિના પહેલાના રાજનૈતિક વચનને યાદ કરાવવાની જવાબદારી ઉપાડી લીધી છે. રાજ્યમાં કેબિનેટ વિસ્તાર અને રાજનૈતિક નિયુક્તિ ન થવા પર તેના નિશાના પર હાઈકમાન છે.

હકીકતે પાછલા થોડા સમયથી કોંગ્રેસ નેતા અને પૂર્વ ઉપ મુખ્યમંત્રી સચિન પાયલ પોતે જ કોંગ્રેસ નેતૃત્વ પર નિશાન સાધી રહ્યા છે. થોડા દિવસો પહેલા તેમણે કોંગ્રેસ નેતૃત્વની તરફથી બનાવવામાં આવેલી કમીટી પર મુશ્કેલીઓનો ઉકેલ લાવવામાં અસફળ હોવાનો આરોપ લગાવ્યો હતો.

હકીકતે રાજ્યમાં સમાધાનના ફોર્મુલાને લઈને કોંગ્રેસ નેતૃત્વએ જે કમીટી બનાવી હતી. તે 10 મહિના બાદ પણ તે કોઈ પરિણામ સુધી પહોંચી નથી શક્યા. આ જ કારણ છે કે સચિન સમર્થકોએ ફરી એક વખત મુખ્યમંત્રી અશોક ગહેલોત વિરૂદ્ધ મોર્ચો માંડ્યો છે. કોંગ્રેસ હાઈકમાન્ડ તરફથી કોઈ રસ્તો ન કાઢવાને તે હવે સામાન્ય કાર્યકર્તાઓના સન્માન સાથો જોડી રહ્યા છે. તેજ કારણ છે કે સચિન પાયલટે દિલ્હીમાં બેસીને કોંગ્રેસના મોટા નેતાઓને એક મહિનાનું અલ્ટીમેટમ આપ્યું છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news