ગુજરાત કોંગ્રેસનાં પ્રભારી તરીકે રધુ શર્મા.; જાણો, કોણ છે અને કેવી છે જવાબદારીઓ..

ગુજરાત વિધાનસભા ૨૦૨૨ની ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસમાં સંજીવની મુકવા રાજસ્થાન સરકારના આરોગ્ય મંત્રી રહેલા રઘુ શર્માને ગુજરાત કોંગ્રેસના પ્રભારી બનાવાયા છે. યાદ રહે કે ગુજરાત કોંગ્રેસના પ્રભારી રહેલા રાજીવ સાતવ નું કોરોના ના કારણે માત્ર ૪૭ વર્ષની વયે નિધન થયું હતું. ત્યારથી ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રભારી પદ ખાલી હતું રાજસ્થાન ની કેકજી વિધાનસભા બેઠકના ધારાસભ્ય રધુ શર્મા સચિન પાયલોટ જૂથમાંથી મંત્રી બન્યા છે. અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત ના અત્યંત નિકટનાં ગણાય છે. રાજસ્થાન કોંગ્રેસના કદાવર નેતા હોવા સાથે રાહુલ ગાંધીના પણ વિશ્વાસુ છે.

નવા પ્રભારી સામે પડકાર – ગુજરાત કોંગ્રેસ..

ગુજરાત કોંગ્રેસ ની પરિસ્થિતિ અત્યારે તારી નથી. લોકમાનસ પર એવી છાપ છે કે કોંગ્રેસ પાસે કોઈ કદાવર નેતા નથી કે નથી કોઈ વકત્તા. નિર્ણાયક મુદ્દાને વ્યાપક અને અસરકારકથી ઉઠાવી નથી શકતા. પરિણામે બધે રકાસ જોવા મળે છે. ગત વર્ષેની વિધાનસભાની ૦૮ બેઠકોની પેટાચૂંટણીમાં કોંગ્રેસે એક પણ બેઠક જીતી ના શક્યો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં રાજકોટ અને સુરત મહાનગરપાલિકા માટે એક પણ બેઠક ના આવી.

આજ દ્રષ્ટિકોણ થી વિચારો તો ભાજપ ફેબ્રુઆરી – માર્ચ – એપ્રિલ માં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી કરી શકે તેવી શક્યતા નકારી શકાય તેમ નથી. તો અચાનક આવી એટલે ચૂંટણી ગુજરાતમાં જાહેર થાય તો કોંગ્રેસ માટે “રાત થોડી ને વેશ ઝાઝા જેવો ઘાટ સર્જાશે છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news