ભાજપને ટકકર આપવા રાહુલ ગાંધીનો પ્લાન તૈયાર. તૈયાર કરી રહયાં છે યુવા ટીમ. કનૈયા કુમાર શામેલ થઈ શકે છે..

જવાહર લાલ નેહરૂ વિશ્ચ વિધાલય સંધનાં પૂવઁ અધ્યક્ષ કનૈયા કુમાર કોંગ્રેસમાં શામેલ થાય તેવી પૂરેપૂરી શકયતા છે. વિગતો મળી રહી છે કે ,તે ટૂંક સમયમાં કોંગ્રેસનું સભ્યપદ લઈ શકે છે. કનૈયા સતત કોંગ્રેસનાં સંપર્કમાં છે.

સમાચાર એજન્સીએ કોંગ્રેસ પાર્ટી નાં સતત સંપર્કમાં જોવા મળી રહ્યાં છે તેવો દાવો કર્યો છે. હાલમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સાથે મુલાકાત કરીને આ મુદ્દા પર ચર્ચા કરી હતી. કનૈયાના નજીક નાં લોકો પાસેથી જાણવા મળ્યું છે કે, તે કેટલીય વખત રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી ચૂક્યાં છે.

કહેવાય છે કે, પાર્ટી ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ એક રાષ્ટ્રીય આંદોલનની રણનીતિ બનાવી રહી છે. તેમના માટે પ્રભાવશાળી યુવાનોની ઓળખાણ થઈ રહી છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારના જનાધારને ટક્કર આપા માટે રાહુલ ગાંધી યુવા નેતાઓની ટીમ તૈયાર કરી રહ્યા છે.

કનૈયા કોંગ્રેસમાં આવે તે વાતથી પાર્ટીના અમુક નેતાઓ ખુશ નથી. અમુક નેતાઓનું માનવુ છે કે, જેએનયુમાં લગાવેલા નારાથી કનૈયા જો પાર્ટીમાં આવશે, તો તેનાથી નુકસાન થશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.