આજથી ત્રણ દીવસ રાજ્યમાં વરસાદની આગાહી,વડોદરામાં વહેલી સવારે થયો વાદળોનો ગડગડાટ

રાજ્યમાં આજે શનિવારથી ત્રણ દિવસ અનેક વિસ્તારોમાં માવઠું થવાની હવામાન વિભાગની આગાહી વચ્ચે વડોદરામાં વહેલી સવારે આકાશમાં વાદળોનો ગડગડાટ જોવા મળ્યો હતો અને માવઠાની અસર વચ્ચે ક્યાંક ક્યાંક વરસાદી છાંટા પડ્યા હતા પરિણામે શિયાળામાં અષાઢ જેવો માહોલ સર્જાયો હતો અને 4 ડીગ્રી સુધી તાપમાન ઘટવાની શકયતા છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, 48 કલાક બાદ તાપમાન ફરીથી ઘટવાની આગાહી છે અને માવઠાની વાત કરીએ તો, ઉત્તર ગુજરાતની સાથે મધ્ય ગુજરાતમાં પણ વરસાદ થવાની આગાહી છે.

ઉપરાંત 28મીએ આણંદમાં પણ માવઠું થઈ શકે છે. આ ઉપરાંત હવામાન વિભાગે 24 કલાક સુધી માછીમારોને દરિયો ન ખેડવા તાકીદ પણ કરવામાં આવી છે અને
29મી જાન્યુઆરીથી રાત્રે ફરી ઠંડીનું જોર વધી શકે છે. આગાહી એવી પણ કરવામાં આવી છે

રાજ્યમાં ઠંડી-માવઠાને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. આજે કેટલીક જગ્યાએ કમોસમી વરસાદને આગાહી કરવામાં આવી છે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં કમોસમી પડી શકે છે. બનાસકાંઠા,પાટણ,ખેડામાં તેમજ સાબરકાંઠા, અરવલ્લી, આણંદ અને મહીસાગર, દાહોદમાં કમોસમી વરસાદ પડી શકે છે. તેમજ સુરેન્દ્રનગર, અમદાવાદ, વડોદરા,ગાંધીનગરમાં પણ ભારે પવન સાથે વરસાદની સંભાવના છે અને પવનોની ગતી ઉત્તર પૂર્વીય જોવા મળશે તેમજ કમોસમી વરસાદ પડે તો પવનની ગતિ 40 થી 50 કિમી પ્રતિ કલાકની રહેવાની શક્યતા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.