રાજકોટ હોસ્પિ.નો વધુ એક ચોંકાવનારો કિસ્સોઃ તબીબે માતાને કહ્યું- જાઓ ઓટલા પર સૂઈ જાઓ

રાજકોટઃ એમની આંખમાં આસુ છે,અંદર વિષાદ છવાયેલો છે આઘાત અને આક્રોશ સાથે એક ગરીબ પિતા કહે છે *રાજકોટની કે.ટી.ચિલ્ડ્રન હોસ્પિટલમાં મારો એક નવજાત પુત્ર મૃત્યુ પામ્યો છે અને બીજો નવજાત પૂત્ર પણ બચશે કે કેમ એ વિષે ડોકટરો કાંઈ કહેતા નથી*

રાજકોટની સીવીલમાં એક વર્ષમાં ૧૨૩૫ નવજાત શિશુના મોતનો મુદો ચર્ચામાં છે ત્યારે ટિકરના કરમભાઈ જામશે હોસ્પિટલના પ્રાંગણમાં કહે છે કે મારી પત્નીને એમ્બ્યુલન્સમાં ડિલીવરી થયેલી ત્યાંથી અમે સિવિલમાં આવેલા અહીં મારા નવજાત પુત્રનું શરીર અને તેના અંગો કાળા પડવા માંડેલા અને તેનું મોત થઈ ગયું.

માતા ધ્રુસકે-ધ્રુસકે રડતી હતી બીજા સંતાન ઉપર તેની દ્રષ્ટિ ફરતી હતી ત્યાં ડોકટરે કહ્યું કે આ બાળક પણ બચશે કે કેમ તેની કોઈ ખાત્રી નથી.

સિવિલની સંવેદનહીતતા જૂઓ કે તબીબોએ નવજાત શિશુની નજીક માતાને બેડ આપવાને બદલે કડકડતી ઠંડી હોવા છતાં એમ કહ્યું કે તમે અહીં અંદર નહીં સૂઈ શકો,સુવુ હોય તો ઓટલા ઉપર સૂઈ જાઓ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news