રાજકુમાર રાવે મુંબઈમાં હાલમાં જ બે ફ્લોરવાળું આલિશાન અપાર્ટમેન્ટ ખરીદ્યું છે. ગુડગામમાં જન્મેલા અને 16 લોકોની જોઈન્ટ ફેમિલીમાં રહી ચૂકેલા રાજુકમાર રાવના સપનાના આ શહેરમાં તે ઘણા સમયથી પોતાનું આશિયાના બનાવવા ઈચ્છી રહ્યો હતો.
રાજકુમાર રાવના ખુબસૂરત ઘરના અંદરના ફોટોઝ.
અસલમાં એક પેઈન્ટની બ્રાન્ડ કંપનીએ રાજકુમાર રાવના ઘરની અંદરનો નજારો શૂટ કર્યો છે અને હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે.
રાજકુમાર રાવે પોતાના ઘરને લઈને ઘણી બધી વાતો શેર કરેલી જોવા મળે છે અને કહ્યું છે કે આ પહેલી વખત છે જ્યાં તે ધરની અંદરનો નજારો લોકોને બતાવવા જઈ રહ્યો છે.
તેને એકદમ વધારે શાઈની અને ચમકદમકવાળી વસ્તુઓ પસંદ નથી. તેણે કહ્યું કે ઘર એવું હોવું જોઈએ જે તમને સૂકૂન ફીલ કરાવે અને તમને રોજ સાંજ પજતા ઘરે આવવાનું મન થાય
તેને લિવિંગ રૂમમાં બેસીને પુસ્તક વાંચવું, કોફી પીવી અથવા અહીંથી બહારના નજારો જોવો ઘણો પસંદ છે.
રાજકુમાર રાવે કહ્યું છે કે ઘરની અંદરની દરેક નાનકડીથી નાનકડી વસ્તુ પછી તે ફર્નિચર હોય કે રગ્સ, આર્ટ વર્ક હોય કે બીજું કંઈ ઘમું સમજી વિચારીને પસંદ કરવામાં આવ્યું છે. હું મારા ઘરનો સામાન ખરીદવા માટે જાતે દરેક શોપ પર ગયો છું અને દરેક વસ્તુ મેં જાતે ખરીદી છે.
તેણે એ પણ બતાવ્યું કે તે ક્યાં બેસીને વાંચે છે અને પોતાના ડોગી ગાગા સાથે બેસીને ટાઈમ પસાર કરે છે. તેને પાર્ટીઓમાં જવાનું પસંદ નથી પરંતુ રોજ ફટાફટ કામ ખતમ કરીને ઘરે આવવાનું પસંદ છે. અહીં તે પોતની સ્પેશિયલ લાઈફ જીવવાનું પસંદ કરે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.
https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news
Related Posts