રાજ્યમાં આજે 992 નવા કેસ 5 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 3698

રાજ્યમાં કોરોના વાયરસના કેસ અંગે મતમતાંતર પ્રવર્તી રહ્યા છે કેટલાક લોકોનાં મતે કોરોનાનાં ટેસ્ટ ઘટ્યા હોવાથી સંક્રમિતોની સંખ્યા પણ ઘટી હોવાનું માનવામાં આવી રહ્યું છે જેમ કે આજે 992 નવા કેસ નોંધાયા. રાજ્યમાં આજે વધુ 5 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3698 પર પહોંચ્યો છે.

રાજ્યમાં હાલ 13,487 એક્ટિવ કેસ છે, જ્યારે 1,51,88 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 64 દર્દી વેન્ટીલેટર પર છે અને 13,423 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,69,093 પર પહોંચી છે.

ગુજરાત રાજ્યમાં આજે કોરોનાથી થયેલા મોત પર એક નજર કરીએ તો અમદાવાદ કોર્પોરેશનમાં 2, ગાંધીનગરમાં 1, ગાંધીનગર કોર્પોરેશનમાં 1, સુરત કોર્પોરેશનમાં 1 મળી 5 લોકોનાં કરૂણ મોત થયા હતા.

રાજ્યમાં આજે કોરોના વાયરસથી સંક્રમિત થયેલા લોકોની વિગત આ પ્રમાણે છે જેમ કે સુરત કોર્પોરેશન 163, અમદાવાદ કોર્પોરેશન 158, વડોદરા કોર્પોરેશન 75, રાજકોટ કોર્પોરેશન 66, સુરત 62, વડોદરા 39, મહેસાણા 35, પાટણ 33, રાજકોટ 28, ગાંધીનગર કોર્પોરેશન 26, સાબરકાંઠા 25, ભરૂચ 20, ગાંધીનગર 20, સુરેન્દ્રનગર 18, અમરેલી 17, બનાસકાંઠા 17, જામનગર કોર્પોરેશન 16, આણંદ 13, પંચમહાલ 13, અમદાવાદ 12, કચ્છ 12, મોરબી 12, નર્મદા 12, જામનગર 10, ભાવનગર કોર્પોરેશન 9, જુનાગઢ 9, જુનાગઢ કોર્પોરેશન 9, ગીર સોમનાથ 8, ખેડા 8, મહીસાગર 8, છોટા ઉદેપુર 7, દાહોદ 7, દેવભૂમિ દ્વારકા 6, અરવલ્લી 4, નવસારી 4, તાપી 4, ભાવનગર 3, વલસાડ 2, બોટાદ 1, પોરબંદર 1 કેસ સામે આવ્યા છે.

રાજ્યમાં આજે કુલ 1238 દર્દી સાજા થયા હતા અને 51,927 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે  રાજ્યમાં અત્યાર સુધીમાં 58,45,715  ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 89.84 ટકા છે.

રાજ્યનાં જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે 5,22,719 વ્યક્તિઓને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે, જે પૈકી 5,22,502 વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાઈન છે અને 217 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news