કોરોના મહામારી વચ્ચે મંત્રી પ્રદિપસિંહે રાજ્યમાં નવરાત્રિ આયોજનને લઈને આપ્યાં મોટા સમાચાર

ગુજરાતમાં હાલ કોરોના વાયરસની મહામારીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. જેને લઇને હાલમાં ધાર્મિક ઉજવણીને લઇને મંજૂરી આપવામાં આવી રહી નથી. જો કે રાજ્યમાં નવરાત્રી યોજવા મુદ્દે ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ કહ્યું કે આ અંગે યોગ્ય સમયે વિચાર કરી નિર્ણય લેવામાં આવશે.

ગુજરાતના ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ નવરાત્રી યોજવાને લઇને નિવેદન આપ્યું છે. ગૃહરાજ્ય મંત્રીએ કહ્યું નવરાત્રી અંગે યોગ્ય સમયે વિચાર કરી નિર્ણય લેવામાં આવશે. રાજ્ય સરકાર કોરોનાની ગાઇડલાઇનના પાલન સાથે કેવી રીતે ઉજવણી થાય તેના પર વિચારણા કરી નિર્ણય લેવામાં આવશે.

જો કે થોડા દિવસ પહેલાં જ ગરબાને લઇને સરકાર મોટી જાહેરાત કરે તેવા સમાચારને લઇને અટકળો સામે આવી હતી. જેમાં રાજ્યના ગરબા ખેલૈયાઓને સારા સમાચાર મળી શકે છે. નવરાત્રીમાં ગરબા માટે સરકાર છૂટછાટ આપી શકે છે. નિયમો સાથે સરકાર આયોજનને છૂટછાટ આપી શકે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી. રાજકોટના એક ગરબા આયોજકે પાસ બુકિંગની જાહેરાત કરી હોવાના કારણે આ અટકળો સામે આવી હતી.

હાલમાં રાજ્યભરમાં કોરોનાની મહામારીને લઇને હજુ પણ સરકાર દ્વારા સ્કૂલ, કોલેજે, સિનેમા હોલ વગેરેને લઇને છૂટછાટ આપવામાં આવી નથી. રાજ્યમાં હજી પણ મંદિરોમાં દર્શનને લઇને પણ છૂટછાટ આપવામાં આવી નથી. ત્યારે હાલમાં ગણેશચતુર્થી અને લોકમેળામાં સરકાર દ્વારા છૂટછાટ આપવામાં આવી નથી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.