રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં થઇ રહ્યો છે સતત વધારો,રાજ્ય સરકાર દ્વારા રાત્રી કર્ફ્યૂના સમયમાં કરવામાં આવ્યો છે વધારો

રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા રાત્રી કર્ફ્યૂના સમયમાં વધારો કરવામાં આવ્યો છે. અલગ-અલગ 20 જેટલા શહેરોમાં રાત્રી કર્ફ્યૂ લાગુ કરવામાં આવ્યું છે.

ત્યારે સરકારના આ નિર્ણયને લઈને લોકોમાં લોકડાઉનની દહેશત છે એટલા માટે લોકો દ્વારા ફરીથી એક વખત પોતાના ઘરમાં જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ, અનાજ, કઠોળ ભરવામાં આવી રહ્યું છે. જેથી કરીયાણાની દુકાન અને મોલમાં ગ્રાહકોની ભીડ જોવા મળી રહી છે

વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા માસ્ક અને સામાજિક અંતરના નિયમોનું ભંગ કરતાં દુકાનદારોની પાસેથી 2 હજાર રૂપિયાના દંડની વસૂલાત કરવામાં આવી હતી. પાલિકાના અધિકારીઓની આ કામગીરીના કારણે વેપારીઓમા રોષનો માહોલ જોવા મળી રહ્યો છે.

એકાએક વડોદરાની હાથીખાના બજારમાં ગ્રાહકો કરિયાણું લેવા માટે એકઠા થયા હોવાના કારણે કોરોના સંક્રમણ ફેલાવાનો ભય વધારે હતો તેથી અધિકારીઓ દ્વારા તાત્કાલિક દંડની કાર્યવાહી કરવામાં આવી હતી. આ ઉપરાત મંગળવારના રોજ મોડી રાત્રે લોકો મોલ અને શહેરની શાકભાજી માર્કેટમાં પણ સામાન લેવા માટે એકઠા થયા હતા.

વહેલી સવારે ગ્રાહકો લોકડાઉનની ભીતિને લઈને લોકો અનાજ અને કરિયાણાના સામાનનો સ્ટોક કરતાં જોવા મળ્યા હતા. તો બીજી તરફ વેપારી એસોસીએશનના અગ્રણીઓ દ્વારા પણ અપીલ કરવામાં આવી છે કે, હાથીખાના બજારમાં અનાજનો પૂરતો જથ્થો છે અને લોકડાઉન લાગુ થવાનું નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news