અમેરિકાના વર્તમાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટણી હારી ગયા પછી દોષનો ટોપલો પહેલો પોસ્ટલ વોટ અને હવે એફબીઆઇ પર ઢોળ્યો છે. ચૂંટણી હાર્યા બાદ પહેલીવાર ટીવીને આપેલા ઇન્ટરવ્યુંમાં તેમણે તપાસ એજન્સી એફબીઆઇ પર ગંભીર આરોપ લગાવતા કહ્યું કે તપાસમાં કોઇ મદદ નથી કરી અને ચૂંટણીમાં ધાંધલીને રોકવાની દિશામાં કોઇ મહત્વનું પગલું હજુ સુધી ઉઠાવ્યું નથી.
FBI પર લગાવ્યો આ આરોપ
FBI પણ જો બિડનની તરફેણમાં કામ કરી રહીં હતી અને તે પણ ધાંધલીમાં સામેલ હતી. 45 મિનિટના ઇન્ટરવ્યુમાં ટ્રમ્પે કહ્યું, છ મહિનામાં મારુ મન બદલી જશે એવું ક્યારેય નહીં થાય. આ ચૂંટણીમાં ધાંધલી થઇ છે. હું બાઇડનની જીતને ક્યારેય સ્વીકાર નહીં કરું અને મતદાનમાં ધોખાધડીની વાત પર ડટ્યો રહીશ.
ન્યાય પ્રણાલી પર પણ સવાલ ઉઠાવ્યો
ટ્રમ્પે લગાવેલા આરોપને લઇને કોઇ પુરાવા રજુ કર્યા નથી, પરંતુ તેમણે લગાવેલા આરોપથી પીછેહટ કરી નથી. તેમણે એફબીઆઇ જ નહીં ન્યાય વિભાગ પણ ‘missing in action’ રહ્યું. ત્યાર બાદ લાગે છે કે તમામ સિસ્ટમ જો બિડેનના પક્ષમાં કામ કરી રહ્યું હતું. તેમણે સીધી રીતે કહ્યું કે એફબીઆઇમાં કેટલાક લોકો તેમની વિરૂધ કામ કરી રહ્યાં હતા.
કોર્ટમાં ટકી ન શક્યા ટ્રમ્પના આરોપ
અમેરિકાની મોટાભાગની કોર્ટમાં ટ્રમ્પ દ્વારા ધાખલ થયેલા કેસ ફગાવ દેવામાં આવ્યાં છે. તાજેતરમાં પેન્સિલવેનિયા કોર્ટમાં બિડનની જીત સામે કરવામાં આવેલી અરજી ફગાવી દીધી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.
https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news
Related Posts